આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ની શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ એ લીધી મુલાકાત,
સિવિલ હોસ્પિટલ જૂનાગઢ બેદરકારી તેમજ પેશન્ટ ને ખુબજ હેરાનગતિ નો સામનો કરવો પડે છે. એક્સ રે મશીન બંધ હોવા છતા પેશન્ટ ને ખોટા ફોટો પાડી પૈસા પડાવે છે. અને સાંભળવા મળેલ મુજબ ઓપરેશન ના પૈસા રોકડા દર્દી પાસે થી પડાવે છે.અને દવા પણ ડોકટરના માનીતા મેડિકલસ્ટોર માંથી ખરીદ કરવાનો આગ્રહ રાખે છે. ઓર્થોપેડિક ઓપરેશન માં મુકવા પડતા સળિયા કે પ્લેટ એકજ મેડિકલસ્ટોર ના ચલાવે છે અને તેમના માનીતા મેડીકલ સ્ટોર સિવાય દર્દી લાવે તો ચલાવી લેતા નથી તો શું મેડિકલસ્ટોર તેમની માલિકી નો છે?
છેલ્લા ઘણા સમય થી ફરિયાદ આવે છે
સિવિલ હોસ્પિટલમાં કોઈ દવા નથી જેથી બહાર નિજ દવા લખી આપે છે. સિવિલ હોસ્પિટલ ગરીબ અને તવંગર બધા માટે ફ્રિ સારવાર માટે છે. છતાં દર્દી ને લૂંટવા માં આવે છે શું તે વ્યાજબી છે ? સિવિલ હોસ્પિટલમાં સુપ્રીરિટેન્ડ હોઈ અને આટલી બેદરકારી સાંખી લેવાય નહિ. આપની સિવિલ ના બાથ ટોયલેટ. પણ બંધ અને ખરાબ હોય કોઈ સાફ – સફાઈ કરતા નહોય પરિણામે દર્દી અને તેની સાથે ના સગા વ્હાલા પારાવાર મુશ્કેલી નો સામનો કરે છે કોઈ જોવા વાળું નથી અને ગરીબ દર્દી હેરાન પરેશાન થાય છે. જે યોગ્ય નથી અનેક ફરિયાદો મળી છે અને પુરાવા પણ છે.બીજું હમણાં દર્દીએ લાઈવ વિડિયો કરી તમામ બાબતો હકીકતો પણ ખુલી પાડી છે.આમાં જવાબદાર લોકોને સામે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સુશીલ કુમાર ને જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમીતભાઈ પટેલ, સવાલો કર્યાં હતા આવા તમામ જવાબદાર સામે કાર્યવાહી કરવા માં આવે નહીતોગાંધીસિંધ્યામાર્ગેઆંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હતી.
આજે સિવિલ હોસ્પીટલ ની મુલાકાતે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ,જુનાગઢ કોંગ્રેસ હેલ્થ&હોસ્પિટલ કમિટીના પ્રમુખ હરીભાઇ ધુળા, વર્ષાબેન, ફરજના બેન સહીત આગેવાનોએ રૂબરૂ મુલાકાત કરી.
મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો