December 20, 2024

હળવદમાં રોટરી એમ્બ્યુલન્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ

Share to

રિપોર્ટ પાર્થ વેલાણી
રોટરી એમ્બ્યુલન્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ એસ.પી. મોરબી જિલ્લો તેમજ દાતાશ્રીના વરદ હસ્તે રોટરી એમ્બ્યુલન્સની રીબીન કાપવામાં આવી હતી. રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત આ એરકન્ડિશન્ડ એમ્બ્યુલન્સમાં ફ્લોમીટર સાથે ની ઓક્સિઝન સુવિધા, મોંનીટરિંગ પ્લગ, ફોલ્ડિંગ સ્ટ્રેચર, પંખા, ફાયર બોટલ, બોટલ સ્ટેન્ડ, ઇન્વેટર વગેરે આધુનિક સુવિધાઓ સાથે ની આ એમ્બ્યુલન્સ નહિ નફો નહિ નુકશાન ના ધોરણે હળવદ તાલુકાના કોઈપણ દર્દીઓ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે 24 કલાક સેવા માટે ટુંકજ સમયમાં આર.ટી.ઓ પ્રક્રિયાની પૂર્ણતા બાદ શરૂ કરવામાં આવશે.આ એમ્બ્યુલન્સ નું ડોનેશન શ્રીમતી દક્ષાબેન મધુસુદનભાઈ મહેતા મૂળ ગામ હળવદ હાલ અમદાવાદ વાળા તરફથી આપવામાં આવ્યું હતું.શરણેશ્વર મહાદેવ મંદિરે ખાતે યોજાયેલ આ કાર્યકમમાં ડી.જી.પી. વિજયભાઈ જાની,પી.આઈ.દેકાવાડિયા સાહેબ, હળવદ પી.આઈ. પટેલ સાહેબ, મોરબી બી. ડિવિઝન પી.આઈ આલ સાહેબ, એસ.ઓ.જી. પી.એસ.આઈ. ડાભી સાહેબ, એલ.સી.બી. મોરબી પી.એસ.આઈ. પનારા સાહેબ,પી.એસ.આઈ. રામાનુજ સાહેબ વગેરે મોરબી જિલ્લાનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. શરણેશ્વર મન્દિર પ્રમુખ નવલભાઈ શુક્લ અને આમંત્રિત મહેમાનો, દાતા ના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed