December 22, 2024

જૂનાગઢ NSUI દ્વારા ડિગ્રી સર્ટિફિકેટને લઈને નરસિંહ મહેતા યુનિવર્સિટીને 48 કલાક નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું

Share to


૨૦૧૭ થી કોઇ પણ વિદ્યાર્થી ઓને ડિગ્રી સર્ટિફિકેટ ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આપવામા ન આવ્યાં હોઈ અને NSUI દ્વારા ૫ થી ૭ વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હોય આપ શ્રી દેવા આપશ્રી દ્વારા દર વખતે લોલીપોપ વચનો આપવામાં આવે છે તો હવેથી એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓ આવા લોલીપોપ નહિ સ્વીકારે અને હવે અમારે ફક્ત અને ફક્ત ડિગ્રી વિતરણની તારીખ જોઈએ છે.અમે આપ શ્રી ને 48 કલાકનો સમય આપીએ છીએ જો 48 કલાકની અંદર ડિગ્રી સર્ટિફિકેટ વિતરણની તારીખ જાહેર નહીં કરો તો એને શુ યુનિવર્સિટી કેમ્પસની સામે તારીખ નક્કી થશે ત્યાં સુધી અનિશ્ચિત પ્રતિક ઉપવાસ કરશે એની આપ શ્રી નોંધ લેશો. અમો એક જ આશા રાખીએ છીએ કે વહેલી તારિખ જાહેર કરો અને એનએસયુઆઇ અને વિદ્યાર્થીઓની સાથે ચૂંટાયેલા ધારાસભ્યો હર્ષદભાઈ રિબડીયા પણ ઉપવાસ કરવાના હોય તો શાંતિ પ્રિય રીતે આંદોલન કરવાના હોય અને આમાં કાંઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે જેની નોંધ લેશો.

આજરોજ
BKNMU ખાતે જુનાગઢ NSUI દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ ને લઈ ને 48 કલાક નું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે,અને સાથે લોલીપોપ આપવામાં આવ્યા હતા, જો 48 કલાક મા તારીખ જાહેર નઈ કરે તો NSUI અને આ વિસ્તાર ના ધારાસભ્યો ઉપવાસ આંદોલન કરશે એવી જાહેરાત કરવામાં આવી હતી આ સંદર્ભે NSUI શહેર પ્રમુખ પ્રથમ આહિર, ભેંસાણ તાલુકા પંચાયત સદસ્ય અને યુવા આગેવાન જયદીપભાઈ શીલૂ, ઉપપ્રમુખ જયદીપ કાથડ, મીત ભાઈ જલુ જે.ડી ઓડેદરા,સહિત ના કાર્યકરો હાજર રહ્યા હતા.

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed