December 11, 2023

કેન્દ્રિય બજેટ ૨૦૨૨માં નાણામંત્રી દ્વારા આ અંગે ઘોષણા કરવામાં આવીદમણ ગંગા સાથે ગુજરાતની તાપી અને નર્મદા નદી જાેડવાની ઘોષણા

Share to



(ડી.એન.એસ)સુરત,તા.૦૧
ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે.જેથી નદીઓના જાેડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯% જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે.જેથી નદીઓના જાેડાણથી જ્યાં પાણીની જરૂરીયાત છે ત્યાં આસાનીથી પહોંચાડી શકાશે.ઉપલબ્ધ જળ સંશાધનોની જળસ્ત્રોતો ના સંકલિત વ્યવસ્થાપન દ્વારા સપ્રમાણમાં વહેંચણી કરી શકાશે.સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહોરી વિસ્તારો તરફનું પ્રજાનું સ્થળાંતર અટકાવી અને આર્થિક ક્ષમતા વધારી શકાશે. દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં દર વર્ષે દરિયામાં નકામા વેડફાઇ જતાં વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થશે. સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી થશે.દ્વિપકલ્પીય લીંક કેનાલનાં આયોજનમાં ગુજરાતને લાભકર્તા પાર-તાપી-નર્મદા તેમજ મહારાષ્ટ્રને લાભદાયી દમણગંગા-પીજંલ લીંક કેનાલનો સમાવેશ થાય છે. ૪૦૨ કિલોમીટર લંબાઈ ધરાવતી પાર-તાપી-નર્મદા લીંક દ્વારા વાર્ષિક ૧૩૫૦ મીલીયન ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાંન્ડ વિસ્તાર સુધી વહન કરવાનુ આયોજન છે.દમણગંગા-પીંજલ લીંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક ૫૭૭ મીલીયન ધન મીટર વધારાનુ પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે.પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીઓનાં સ્ત્રાવક્ષેત્રમાં ફુલ સાત જળાશયાનાં બાંધકામનો સમાવેશ થાય છે.દમણગંગા-પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં બાંધકામનો સમાવેશ થાય છે.કેન્દ્રીય મંત્રી ર્નિમલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. જેમાં દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે બહુ જ લાભકારક એવા નદીઓના જાેડાણની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જાેડવાની જાહેરાત કરી છે. જેથી રસ્તામાં આવતી અન્ય સાત મોટી નદીઓ પણ આ પાણીથી નવપલ્લવિત થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ચોમાસા સિવાય ઓછું પાણી ધરાવતી આ નદીઓમાં નર્મદા અને દમણ ગંગાના જાેડાણથી બારેમાસ પાણી જાેવા મળે એ દિવસો દૂર નથી.


Share to

You may have missed