૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
MRF લિ. દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે વિદ્યાર્થિનીઓ માટે બસ સુવિધા
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃમંગળવારઃ- કન્યા કેળવણીને ઉત્તેજન આપવા તેમજ વિદ્યાર્થિનીઓની સુવિધા અર્થે ગલેન્ડા વિલેજ ખાતે આવેલી એમ.આર.એફ. લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે CSR ફંડમાંથી રૂ.૨૩.૫૦ લાખના ખર્ચે ૫૦ સીટર બસ નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને અર્પણ કરવામાં આવી હતી, જેને ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
શાળાની બાળાઓ દ્વારા પૂજાવિધિ તથા રિબીન કાપી બસ સુવિધાને સેવા સમર્પિત કરવામાં આવી હતી. આ વેળાએ એમ.આર.એફ. પ્લાન્ટ હેડ સાજી વર્ગીસ, એમ.આર.એફ. કંપનીના એડવાઈઝર શ્રી હરીશભાઈ જોષી, એન્જિનીયર હેડ શ્રી શશિકાંતકુંવર, એચ.આર. હેડ વિક્કી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, શિક્ષણ નિરીક્ષક ડૉ. દિવ્યેશભાઈ પરમાર અને નિશાંત દવે, શાણકોઈ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો