ભરૂચઃશુક્રવારઃ- કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ., સ્ટેટ વિભાગ, ભરૂચનાઓએ જણાવેલ કે ઝધડીયા ખાતે આવેલ ઉમલ્લા, અસા, પાણેથા,ઇન્દોર, વેલુગામ કિ.મી ૦/૦ થી ૨૨/૦ રસ્તાને પહોળો કરવા માટેની કામગીરીને કરારનામાથી ઇજારદારશ્રી શિવાલય ઇન્ફ્રા પ્રોજેકટર પ્રા.લી.ને તા.૦૨/૦૧/૨૦૨૨ થી શરૂ કરી ૧૧ માસમાં કામગીરી પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપેલ છે. સદર રસ્તા પાસે પાણેથા, ઇન્દોર,નાના વાસણા, તેમજ વેલુગામ ખાતે આવેલ રેતીની લીઝો આવેલી છે. સદર રેતી લીઝોમાંથી અંદાજે ૧૦૦૦થી વધુ અતિભારે વાહનો પાણી ભરેલી રેતી લઇ સદર રસ્તા ઉપરથી પસાર થાય છે. હાલમાં સદર રસ્તા ઉપર બીબીએમની ડામરની કામગીરી શરૂ કરવાની હોય સદર રસ્તો બંધ કરવાની જરૂરીઆત જણાતી હોય જે ધ્યાને લઇ ઉમલ્લા, અસા,પાણેથા, ઇન્દોર, વેલુગામ રોડ કિ.મી ૦/૦ થી ૨૨/૦ રસ્તા ઉપર બીબીએમની ડામરની કામગીરી કરવાની હોવાથી પાણી ભરેલ રેતી ભરેલા ભારે વાહનો માટે બંધ કરવો આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ તારીખઃ ૨૨/૦૧/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી ઉમલ્લા,અસા,પાણેથા, ઇન્દોર,વેલુગામ રોડ કિ.મી ૦/૦ થી ૨૨/૦ રસ્તા ઉપર બીબીએમની ડામરની કામગીરી કરવાની હોવાથી પાણી ભરેલ રેતી ભરેલા ભારે વાહનો માટે બંધ કરવા આથી હુકમ કરવામાં આવે છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો