December 22, 2024

મહિલા સુરક્ષા સહાયતા સંગઠનમાં બહાદુર અને પ્રતિભાશાળી મહિલાઓ જોડાતા સંગઠન વધુ મજબૂત બન્યુ

Share to


મહિલા સુરક્ષા સહેતા સંગઠન એક એવી સંસ્થા જે સંગઠન પોતાના ઉચ્ચ ઉદ્દેશ્યો સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભારતભરમાં કાર્યરત છે. આ સંસ્થા સશક્ત નારી સશક્ત સમાજ ના સ્લોગનને ચરિતાર્થ કરતું આવ્યું છે. આજ પરંપરાની સાથે સંગઠનમાં અનેક લોકો જોડાઈ અને કાર્યરત છે.

સંસ્થાના અવિરત સેવા કાર્યો થી પ્રભાવિત થઇને ગુજરાતના બરોડા માં રહેતા આરતી શર્મા જે માત્ર એક નામ જ નથી પરંતુ દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ છે તેવા મેડીટેશન યોગા ટ્રેનર આધ્યાત્મિક રેકી માસ્ટર અને સામાજિક કાર્યકર તરીકે પણ એક જાણીતું નામ એવા મહિલા આરોગ્ય અને જાગૃતિ અભિયાનનો સંદેશ છેલ્લા 24 વર્ષથી ફેલાવી રહેલા આરતી શર્મા મહિલા સુરક્ષા સહાયતા સંગઠનમાં જોડાયા છે. અને સંગઠન દ્વારા આરતી શર્મા ની આ પહેલને વધાવી લેતા મહિલા સુરક્ષા સહાયતા સંગઠનની રાષ્ટ્રીય કોર સમિતિની બેઠકમાં તેમની મહિલા સેલના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના રબારી પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહિલાઓ જીવનના સકારાત્મક દૃષ્ટિકોણથી જીવનની સ્થિતિ અને દિશા બદલવાની શક્તિનું સ્વરૂપ છે. એવું દૃઢપણે માનનારા આરતી શર્મા મહિલાઓને જાગૃત કરવા, તેમની સામે થતા અત્યાચારનો સામનો કરવા માટે હંમેશા મદદરૂપ થવા કાર્યરત રહે છે. આવા જ એક બીજા મહિલા જે અમદાવાદના રહેવાસી છે. સમાજસેવા અને મહિલાઓનો વિકાસ જેનો ઉદ્દેશ્ય છે તેવા ડિમ્પી તોલાની ને અમદાવાદના મહિલા સેલ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જામનગર ના બહાદુર અને અનેક મુશ્કેલીઓ નો સામનો કરીને સફળતાના શિખર પાર કરનાર એવા કાજલબેન નાખવાની જામનગર જિલ્લાના મહિલા સેલના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આવી બહાદુર અને પ્રતિભાશાળી મહિલાઓ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન સાથે જોડાતા સંગઠન વધુ મજબૂત અને પ્રભાવશાળી બન્યું છે.આ તકે મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાવના શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.જીતેન્દ્રસિંહ શેખાવત, રાષ્ટ્રીય આશ્રયદાતા નરેશ એસ ચૌહાણ, રાષ્ટ્રીય પ્રભારી હિંમતસિંહ રાજપુરોહિત રાષ્ટ્રીય સચિવ જીવરાજ સિંદર્લી રાષ્ટ્રીય ઉપપ્રમુખ બજાજ દીનદયાળ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ પરબત કુમાર, રાષ્ટ્રીય પ્રમુખ મહિલા સેલ પાર્વતી ચૌહાણ, રાષ્ટ્રીય મહામંત્રી ભવના તિવારી રાષ્ટ્રીય સહસચિવ કુલદીપ પનવાર, મેજિસ્ટ્રેટ અને કાયદાકીય સલાહકાર રોહિણી પાટિલ, રાષ્ટ્રીય સચિવ દયારામ પાટીલે તમામ પદાધિકારીઓને નવા નિમાયેલા પદ માટે અભિનંદન પાઠવતા એવી અભિલાષા વ્યક્ત કરી હતી કે સંગઠન સાથે જોડાયેલી આ સન્નારીઓ સંગઠન નીતિ અને ઉદ્દેશ્ય ના પાલન સાથે સંગઠનના દરેક કાર્યોમાં પોતાનો સહયોગ આપીને સંગઠનનું વિસ્તાર વધારશે.

પાર્થ વેલાણી


Share to

You may have missed