December 17, 2024

કચ્છની ધરામાં આસ્થાનું પ્રતિક માનવામાં આવતા માતાનાં મઢ આશાપુરા માતાજી ના મંદિરના દ્વાર ખુલતા દશૅનાથીૅઓમા ખુશી.

Share to


કોવિડ 19 મહામારીમાં સરકારશ્રીના આદેશ મુજબ અનેકો ધાર્મિક સ્થાનોના દશૅનના દરવાજા બંધ હતા.કોરોનાની બીજી લહેરમાથી આંશીક રાહત મળતા શ્રધ્ધાળુઓને દશૅનમા છુટછાટ આપવામાં આવતા લોકો માતાના મઢ માં આશાપુરા માતાજીના ચરણોમાં શીશ નમાવી આ મહામારીમાથી સૌને ઉગારે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
તા.૨૩-૬-૨૧ ના રોજ લાઠીના પત્રકાર માં આશાપુરા ના ચરણોમાં શીશ નમાવ્યા હતા. નખત્રાણા ના કાનજી દાદા કાપડી સાથે માતાના મઢ ના સરપંચ સાથે મંદિર ખાતે મુલાકાત કરી હતી અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી.
કચ્છ માતાના મઢથી ૪ કીલોમીટર દુર ડુંગર પર એક સ્વરૂપ આશાપુરા દેવીનુ જાગોરા ભવાની તરીકે ઓળખાય છે જેના દશૅન ભાગ્યેજ લોકોએ કરેલા છે.માતાના મઢથી અલગ અલગ ૪ દિશામાં માતાજીના અલગ સ્વરૂપે બિરાજમાન છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed