December 22, 2024

સેજપુર ગામ પાસે માથાસરથી એક્ટિવા પર દારૂ લાવતી બે મહિલા ઝડપાઈ;

Share to


તારીખ 20 જૂન 2021 રવિવારના રોજ ડેડિયાપાડાના સેજપુર ગામ પાસે પોલીસ સ્ટેશનનો સ્ટાફ માસ્કના દંડની કામગીરી ચેકીંગમાં હતો તે દરમ્યાન ડેડીયાપાડા તરફથી એક્ટિવા ગાડી લઈ બે મહિલા નેત્રંગ રોડ તરફ જઈ રહી હતી, દરમ્યાન પોલીસ સ્ટાફ દ્વારા શંકાસ્પદ જણાતા બે બહેનોને ઉભા રાખી ચેકિંગ કરતા તેઓની પાસે રહેલી બે બેગો માંથી બિયર તેમજ પ્લાસ્ટિકના ક્વાટરિયા મળી કુલ રૂપિયા 7,300/- નો ઇંગ્લિશ દારૂ તથા એક્ટિવાની કિંમત 15,000/-મળી કુલ કિંમત રૂપિયા 22,300/- ના મુદ્દામાલ સાથે રશ્મિતાબેન જેઠાભાઇ વસાવા અને વર્ષાબેન સુનિલભાઈ વસાવા બંને રહેવાસી માથાસરના તેમજ તેમની વધુ પૂછ પરછ કરતા તેઓ ઇંગ્લિશ દારૂ ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર પર થી લાવી અંકલેશ્વર ખાતે છૂટક વેચાણ કરતા હોવાનું કબૂલ કર્યું હતું, ત્યારે ડેડીયાપાડા પોલીસે આ બંને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર: વિશાલ પટેલ, દેડીયાપાડા


Share to

You may have missed