November 22, 2024

ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ રસીકરણ0 0 0 0 0 0 0 ૦ ૦ ૦પહેલા દિવસે કુલ 4855 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો

Share to


આજે બપોરે 03:30 સુધીમાં કુલ 3493 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો
0 0 0 0 0 0 0 ૦ ૦ ૦
ભરૂચઃ મંગળવારઃ- ભરૂચ જિલ્લામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને અન્ય બિમારીઓ ધરાવતાં 60 કે તેથી વધુ ઉંમરના 25000 લોકોને કોરોના રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ મેળવવાને પાત્ર છે. તેમના રસીકરણના તા.10-01-2022 ના પહેલા દિવસે ઉપરોક્ત પૈકી ફન્ટલાઇન વર્કર 1590, હેલ્થ વર્કર 1755 તથા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસ્કો 1490 મળી કુલ 4855 લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો. આજે તા.11-01-2022 ને બપોરે 03:30 સુધીમાં ફન્ટલાઇન વર્કર 1784, હેલ્થ વર્કર 858 તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસ્કો 851 મળી કુલ 3493 લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો. આમ આ રસી લેવાની બાબતમાં વડીલો વધુ ઉત્સાહી જણાય છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરાએ આજની તારીખે જિલ્લામાં પહેલો અથવા બન્ને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝની રસી લેનારાઓની કુલ સંખ્યા મળીને 1375660 થઈ છે. તેમણે જિલ્લાના નાગરિકોને માસ્ક પહેરવા સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.


Share to