December 22, 2024

હળવદ શહેરમાં આમ આદમી પાર્ટીમાં 15 યુવાનો જોડાયા

Share to


હળવદ શહેરની અંદર આમ આદમી પાર્ટી સાથે ૧૫ યુવાનો જોડાયા હતા.હળવદ તાલુકા ની અંદર હજી પણ અનેક ઈમાનદાર યુવાનો પાર્ટી સાથે જોડાશે તેમ હોદ્દેદારોએ જણાવ્યું હતુ.

હળવદ શહેરમાં આમ આદમી પાર્ટી ની વિચારધારાથી તેમજ દિલ્હી સરકારના કામોથી પ્રેરાઈ તેમજ સ્પષ્ટ વક્તા તેમજ સ્વચ્છ છબી ધરાવતા પૂર્વ વિટીવીના ન્યુઝ એડિટર ઈસુદાન ગઢવીના આમ આદમી પાર્ટીમાં આવવાથી ૧૫ થઈ વધારે યુવાનો જોડાયા અને તેનુ આમ આદમી પાર્ટી હળવદ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા ખેસ ટોપી પહેરાવી વિધિવત પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું અને આ પ્રસંગે આમ આદમી પાર્ટી હળવદ નાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીની અંદર હજી પણ અનેક ઈમાનદાર યુવાનો પાર્ટી સાથે નજીકનાં દિવસોમાં મોટી સંખ્યામાં જોડાશે એવી અંગત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed