(ડી.એન.એસ)જૂનાગઢ,તા.૦૪
માંગરોળ પંથકમાં ત્રણ સિંહો વસવાટ કરી રહ્યા હોવાથી છાશવારે તાલુકામાં જુદા જુદા સ્થળોએ સિંહો આંટા ફેરા કરતા જાેવા મળે છે. તે પૈકીના સિંહ-સિંહણે છેલ્લા થોડા દિવસોથી માંગરોળ તાલુકાના આંત્રોલી-આજક પંથકમાં ધામા નાખ્યા છે. દરમ્યાન સિંહે આંત્રોલીની સીમમાં પશુનું મારણ કર્યું હતું. બાદમાં ગઈકાલે સવારે સાતેક વાગ્યા આસપાસ સિંહ આજક ગામ નજીક પહોંચી ગયો હતો. એ સમયે ખેતરમાં ઘઉંના પાકમાં પાણી વાળતા અલતાફભાઈ ઇસુબભાઈ બેલીમ નામના યુવાનની પાછળ સિંહ દોડ્યો હતો. ત્યારે સિંહથી બચવા ભાગવા જતા યુવાન પાણીના કુંડામાં પડી જતા ઇજાગ્રસ્ત બન્યો હતો. જેથી યુવાનને સારવાર અર્થે પ્રથમ માધવપુર અને બાદમાં કેશોદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ સિંહ ગર્જના કરતો આજક ગામમાં ઘુસી ગયો હતો. વહેલી સવારમાં ગામમાં સિંહની ડણક સાંભળવાની સાથે સિંહને નિહાળતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. સિંહ ગામની શેરીઓમાં આંટા મારતો હોવાથી ગ્રામજનો ભયના માર્યા થોડા સમય માટે ઘરોમાં કેદ થઈ ગયા હતા. આ અંગે સરપંચ અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતા સ્ટાફ ગામમાં આવ્યો હતો. એ સમયે સિંહ ગામમાંથી સીમ વિસ્તાર તરફ જતો રહ્યો હતો. આ સિંહ ઝરીયાવાડાની સીમ તરફ જતા રહ્યાનું તપાસમાં જાણવા મળતા સિંહોને જંગલ તરફ લઈ જવા વનવિભાગના સ્ટાફે તજવીજ હાથ ધરી હતી.જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામના સીમ વિસ્તારમાં ગઈકાલે સોમવારે વહેલી સવારે વાડીએ પાણી વાળતા એક યુવાન પર સિંહે હુમલાનો પ્રયાસ કર્યા હતો. બાદમાં તે જ સિંહએ આજક ગામમાં પ્રવેશ કરી આંટાફેરા કરતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ આજક ગામમાં પહોંચ્યો હતો. જાે કે ત્યારે સિંહ સીમ વિસ્તાર તરફ ચાલ્યો ગયો હતો.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો