November 22, 2024

રાજપીપળા ની કોવિડ હોસ્પિટલમાં કોવિડ સહાયકો ને 9 મહિના થી સ્ટાઈપેન્ડ ના મળતા હડતાળ નું શસ્ત્ર ઉગામ્યુ

Share to

કોરોના વોરિયર્સ ઉપર ફૂલો ની વર્ષા કરવી જરૂરી કે એમને સમયસર પગાર આપવો એ જરૂરી??

ઈકરામ એમ મલેક (રાજપીપળા)

રાજપીપળામાં કોરોના કાળ દરમિયાન કોવિડ સહાયક તરીકે સતત 48 દિવસ ની ફરજ બજાવનાર નર્સિંગના 28 જેટલા વિદ્યાર્થીઓને આજે 9 મહિના થવા આવ્યા છતાં સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવ્યું ન હોવાથી વિદ્યાર્થીઓ મા ભારે રોષ ફાટી નીકળ્યો હતો, અને તેમણે વીજળીક હડતાળ પાડી દેતા સ્વાસ્થ્ય સેવા ને પ્રભાવિત કરી પોતાની વાત સત્તાધીશો ના બેહરા કાને અથડાય એ માટે નો પ્રયાસ કર્યો હતો.

જીતનગર જીએનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ પટાંગણમાં દેખાવો કરતા સૂત્રોચ્ચાર કરતા કોરોના વોરિયર્સ નું માત્ર કોરું લેબલ સરકાર દ્વારા આપી દેવાયા નું ફરી એક વખત સાબિત થયું છે. જીતનગર જીએનએમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે કોરોના એના પિક સમય પર હતો એવા એપ્રિલ-મેં મહિનામાં સતત કોવિડની ડ્યુટી કરી હતી. છતાં અમને નિયમ મુજબ મળવા પાત્ર મહેનતાણું મળ્યું નથી. જેથી અમે ખુબ જ નિરાશ થયા છે. અને અમારે ના છૂટકે હડતાળ પાડવી પડી છે.

કોવિડ હોસ્પિટલ ના હેડ એવા ડો.જ્યોતિ ગુપ્તા ને આ મામલે ફોન દ્વારા પૂછવામાં આવતા તેમને કહ્યું હતું:- એપ્રિલ મહિના બાદ સરકાર માંથી નર્મદા જિલ્લા માટે કોવિડ ની ગ્રાન્ટ જ આવી નથી જેથી કરી ને વિદ્યાર્થીઓ સહિત કોવિડ મા ફરજ બજાવી ચૂકેલા ડોકટરો ને પગાર સમયસર ચૂકવી શકાયો નથી, હવે ગ્રાન્ટ આવશે એવું સાંભળ્યું છે, જેવી ગ્રાન્ટ આવશે એવો પગાર ચૂકવાઈ જશે.

GNM ના ટ્રેની વિદ્યાર્થીઓ એ આ મામલે નર્મદા જિલ્લા કલેકટર ના અધિક કલેકટર એચ.કે વ્યાસ ને મળી આ મામલે દરમિયાનગીરી કરી પોતાને મળવા પાત્ર સ્ટાઈપેન્ડ જલ્દી થી મળી જાય એ માટે સરકાર મા રજુઆત કરવા માટે ની જોરદાર રજુઆત કરી હતી. અધિક કલેકટરે વિદ્યાર્થીઓ ની વાત સાંભળી ને બને તેટલી જલ્દી થી ગ્રાન્ટ નું આયોજન કરી વિદ્યાર્થીઓ ને તેમનું સ્ટાઈપેન્ડ મળે એ દિશા મા પ્રયાસો શરૂ કર્યા હોવા નું જાણવા મળેલ છે. જી.એન.એમ ના વિદ્યાર્થીઓને ટાઈપ પણ મળવા મામલે અધિક કલેકટર તરફથી ખાતરી આપવામાં આવતા સ્વાસ્થ્ય કર્મીઓએ પોતાની હડતાળ પૂરી કરી હતી અને કામે પરત ફર્યા હતા.


Share to