December 22, 2024

ભરૂચ એલસીબી ની રેઇડ દરમિયાન રાજપારડી ચોકડી પરથી સટ્ટાબેટિંગનો જુગાર ઝડપાયો…

Share to


ત્રણ આરોપી મુદ્દામાલ સહિત ઝડપાયા…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
_________________________
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક ભરૂચ એલસીબીની ટીમે રેઇડ પાડતા આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા ત્રણ આરોપીઓને રુ.૨૦૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા બે નંબરનો ધંધો કરતા તત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. ભરુચ એલસીબી એ બહાર પાડેલ એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ એલસીબી દ્વારા જિલ્લામાંં ગુનાખોરી ડામવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે
તે અંતર્ગત હાલમાં એલસીબી ની એક ટીમ ઝઘડીયા તાલુકામાં ગુનાખોરી પકડવા સુંદર કામગીરી કરી રહી છે.ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના હરીપુરા ગામે એલસીબી એ બે દિવસ અગાઉ આંકડાનો જુગાર ઝડપ્યો હતો. એલસીબી ની ટીમે મળેલ બાતમી મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા વિસ્તારમાં આંકડાના સટ્ટા બેટિંગના જુગાર બાબતે રુ.૨૦૩૦૦ ના મુદ્દામાલ સાથે (૧) મહેશભાઇ રામસીંગભાઇ વસાવા રહે.રાજપારડી (૨)મહેશભાઇ બચુભાઇ વસાવા રહે.રાજપારડી (૩)રાજેશભાઇ ચતુરભાઇ વસાવા રહે.રાયસીંગપુરા તા.ઝઘડીયાને ઝડપી લીધા હતા.આ ગુના હેઠળના ચોથા આરોપી તોફિકભાઇ હાજીભાઇ દિવાન રહે.રાજપારડીને વોન્ટેડ જ‍ાહેર કરાયો હતો.અને તેની ધરપકડ કરવા એલસીબી ની ટીમ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં આવેલ ગામો માં બે રોકટોક દારૂ જુગારના ધન્ધા બેફામ ખુલા બજાર અને ચાર રસ્તા સહિત નાની શેરી ઓ માં ચાલી રહેલ છે પરંતુ લોકલ પોલીસ ની નાક નીચે આ બધા ગેરકાયદેસર રીતે ચાલતા હોવાની લોક ચર્ચા પણ વધી છે તેવામાં ઝઘડીયા તાલુકામાં એલસીબી એ લાલ આંખ કરતા દારુ જુગારના ધંધા દારીઓ અને બે નંબરીયાઓ સંતાકુકડી રમી રહ્યા હોવાની વાતો પણ લોક ચર્ચામાં આવી છે…


Share to

You may have missed