December 22, 2024

રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત રોટરી ક્લિનિકનો શુભારંભ

Share to


રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત રોટરી ક્લિનિકનું શુભારંભ દાતાશ્રી અમીરભાઈ વાલજીભાઈ દાદવાણીના હસ્તે કરવામાં આવ્યું.ક્લિનિક ની શરૂઆત કરતા પહેલા પૂજન તેમજ પાઠનું સ્થળ ઉપર આયોજન કરવામાં આવ્યુ હતું. રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા હળવદ શહેર અને તાલુકાના દર્દીઓ માટે વધુ એક આરોગ્યલક્ષી અને કાયમી પ્રોજેક્ટ (દવાખાનું) શરૂ કરવામાં આવ્યું છે જેમાં અનુભવી એમ.બી.બી.એસ. ડોક્ટર કિશન એમ. દેથરીયા દ્વારા સારવાર અને નિદાન કરવામાં આવશે.આ દવાખાનાથી લોકોને ફીમાં, દવાઓમાં અને લેબોરેટરી રિપોર્ટમાં તેમજ સારવાર ખર્ચમાં સારી એવી રાહત મળશે.દવાખાનું સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 સુધી ખુલ્લું રહેશે અને રવિવારે રજા રહેશે.મણપ્પુરમ બેંકની ઉપર, પંજાબ નેશનલ બેંકની બાજુમાં બ્રાહ્મણની ભોજનશાળા રોડ હળવદ ખાતે આ કલીનીક શરૂ કરવામાં આવ્યું છે જ્યાંનો મોબાઇલ નંબર 89489 51451 છે.આ ક્લિનિક નીચે મુજબના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ઉભું કરવામાં આવ્યું છે.1200 ફૂટનો ફૂલ હવા ઉજાસ વાળો નવો નક્કોર હોલ રોટરીને એક પણ રૂપિયાના ભાડા વગર અમીનાબેન વાલજીભાઈ પીરભાઈ દાદવાણી તરફથી નિઃશુલ્ક વાપરવા આપેલ છે.



51,000/- અરવિંદભાઈ પટેલ કિસાન એગ્રો

50,000/- ગુણવંતીબેન છેલશંકર શુક્લ લંડન

27,000/- અઘારા નિટવેર પ્રા.લી. દેવળીયા

25,000/- સ્વ: હરીશભાઈ પરીખ હસ્તે: સીમાબેન પરીખ, અમદાવાદ

21,000/- સ્વ: વ્રજલાલ ઇશ્વરભાઈ પટેલ હસ્તે: સુપુત્ર જીગ્નેશ તથા નયન

21,000/- પ્રાણીક હિલીંગ સેન્ટર હળવદ

21,000/- શ્રી સરદાર પટેલ વિદ્યાલય હળવદ

20,000 મુકેશભાઈ માણેકલાલ પિત્રોડા મૂળ ગામ: ટીકર રણ હાલ:શિકાગો અમેરિકા

16,000/- સ્વ: પ્રભાબેન પ્રવીણભાઈ પડસુંબિયા
હસ્તે: સુપુત્ર અમિતભાઈ

15,551/- વનરાજસિંહ કે. જાડેજા (વી.કે.) શિરોઇ

15,001/- સ્વ: પુષ્પાબેન જયદેવરાય ત્રિવેદી (ચુડા) દાદીમાં ના સ્મરણાર્થે હસ્તે: ડો. કૃપાલી દિવ્યકાંત ત્રિવેદી

15,000/- સ્વ: પરસોત્તમભાઈ ગાંગજીભાઈ ઠુંમર હસ્તે: ચિરાગ મહેશભાઈ ઠુંમર (ઇફકો મોરબી)

11,001/- સ્વ: વનીતાબેન કિરણકુમાર સોલંકી
હસ્તે: સુપુત્રી દીપા સોલંકી જામનગર

11,000/- સ્વ: વાસુદેવભાઈ ગોરધનભાઇ ભોરણીયા
હસ્તે: સુપુત્ર તેજસ

11,000/- સ્વ: જ્યેષ્ઠારામ કે.રાવલ મોરબી
હસ્તે: ઉષાબેન અરવિંદભાઈ દવે અમદાવાદ

11,000/- જયંતીભાઈ ગણેશભાઈ દલવાડી જુના અમરાપર

11,000/- ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા મયુરનગર

11,000/- સ્વ: રાજેશભાઇ હિંમતલાલ શેઠ હસ્તે: અરિહંત સ્વીટ માર્ટ પરિવાર

11,000/- જેશલસિંહ જી. જાડેજા શિરોઇ

11,000/- સ્વ: ખોડાભાઈ કુંવરજીભાઈ પટેલ
હસ્તે: સુપુત્ર ગીરીશભાઈ રણમલપુર

11,000/- આર.સી.સી.કલબ ઓફ ટીકર રણના સભ્યો તરફથી

પાર્થ વેલાણી


Share to

You may have missed