December 22, 2024

જાહેર માહિતી અધિકારી મામલતદાર બોડેલી એ માહિતી અધિકાર અધિનિયમ મુજબ માંગેલ માહિતી સમય મર્યાદા મા ન આપતા રાજ્ય માહિતી કમિશ્નર આયોગે 15,000 નો દંડ ફટકાર્યો

Share to


અરજદાર જસવંતભાઈ જાદવભાઈ પટેલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા તા.1-7-2019ના રોજ જાહેર માહિતી અધિકારી અને મામલતદાર બોડેલી પાસે જાતિના પ્રમાણપત્ર ક્રમાંક 7015/2019 તા. 3-6-19ના રોજ કેટલા પ્રમાણપત્રો ઇસ્યુ કર્યા તથા અરજી કર્યા બાદ કેટલા દિવસમાં મળી શકે તથા કચેરી બહાર મુકેલ સૂચિ પત્રની માહિતી તથા અન્ય માહિતી માંગી હતી જાહેર માહિતી અધિકારી એ નિર્ણય આપતાં તેનાથી નારાજ થઇ વિવાદી એ તા.26-9-2019ના રોજ પ્રથમ અપીલ દાખલ કરી હતી તેનો સમય મર્યાદામાં નિર્ણય ન થતા વિવાદીએ રાજ્ય માહિતી કમિશ્નર આયોગને અપીલ કરતા તા.11-2-2021ના રોજ આયોગ ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી સુનાવણી હાથ ધરાતા રાજ્ય માહિતી કમિશ્નર આયોગના કમિશ્નર શ્રી કે. એમ. અધ્વર્યુ દ્વારા વિવાદીને માહિતી આપવામાં નિષ્ફ્ળતા બદલ કે. પી. ચરપોટ જાહેર માહિતી અધિકારી અને મામલતદાર બોડેલી ને જવાબદાર ગણી માહિતી અધિકાર અધિનિયમની કલમ 20(1) અન્વયે રૂપિયા 15,000નો દંડ કરતો હુકમ ફટકારતા માહિતી ન આપતા માહિતી અધિકારીઓ મા ફફડાટ ફેલાયો છે

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed