November 22, 2024

રાજપીપળા મા હલકી ગુણવત્તા ના ખાદ્યપદાર્થો નું વેચાણ કરતા દુકાનદાર ને છાવરતા ફૂડ અધિકારી કોણ??

Share to


શંકાસ્પદ રીતે અખાદ્ય ટૂટી ફ્રુટી અંગેની ફરિયાદ કરાઇ હતી ત્યારે ફૂડ સેફટી અધિકારી બી.કે પટેલ દ્વારા ટુટીફૂટી ને બદલે ચા ના સેમ્પલો લેતા હાસ્યાસ્પદ કામગીરી મજાક નું પાત્ર બની


મેન્યુફેક્ચરિંગ ડેટ વગર ની પેકીંગ ટૂટી ફ્રુટી ના વેચાણ અંગે ફરિયાદ કરતા ફરિયાદી ગ્રાહક નો મોબાઈલ નંબર ફૂડ કચેરી મા થી લીક કરી દેવાતા ફૂડ વિભાગ ના અધિકારીઓ ની દાનત ઉપર સવાલો ઉઠ્યાં

ઈકરામ મલેક (રાજપીપળા)

રાજપીપળાની માતેસ્વરી પ્રોવીઝન સ્ટોર માંથી બનાવટની તારીખ વગરની ટૂટી ફ્રુટી નું વેચાણ કરાર આ બાબતે ગ્રાહક દ્વારા ફુડ વિભાગના અધિકારીને ફરિયાદ કરાઇ હતી અને જવાબદાર દુકાનદાર સામે કાયદા મુજબની કાર્યવાહી કરવાની માંગ કરી હતી પરંતુ કાયદા મુજબની કાર્યવાહી કરવાના બદલે ફૂડ વિભાગની કચેરી માંથી કોઈકે ફરિયાદી નું નામ અને મોબાઈલ નંબર લીક કરી દેવાતા ફરિયાદ કરનાર ઈસમ કોણ છે તેની તપાસ ખાનગી રાહે કેટલાક દુકાનદારોએ શરૂ કરી હતી. તપાસ મા આવેલા મહિલા ફૂડ સેફટી અધિકારી બી.કે પટેલ દ્વારા ટૂટી ફ્રુટી ને બદલે ચા ના પેકીંગ સેમ્પલો લેવાતા તેમની કામગીરી હાસ્યાસ્પદ લાગી રહી છે.

ફરિયાદી દ્વારા સદર પ્રોવીજન સ્ટોર માંથી તારીખ વગર ની ટૂટી ફ્રુટી ના વેચાણ અંગે ની ફરિયાદ કરાતા ફૂડ વિભાગ ના અધિકારીઓ મોડે મોડે 15 દિવસ બાદ ના છૂટકે તપાસ ના નામે ખાના પૂર્તિ માટે આવી દુકાન મા આંટો મારી જે વસ્તુ ની ફરિયાદ હતી એના બદલે અન્ય વસ્તુ ના સવાલો પૂછી કાગળો કરી ચાલતી પકડી હતી, ફરિયાદી નું કોઈ નિવેદન પણ લેવાયું ન હતું. અને સદર ફરિયાદ અને ગેર જવાબદાર રીતે તારીખ વગર ની ખાધ વસ્તુ ના વેચાણ કરનાર દુકાનદાર સામે શુ કાર્યવાહી કરવામાં એ અંગે પણ કોઈ જાત નો ખુલાસો ફૂડ સેફટી અધિકારી બી.કે પટેલ દ્વારા આપવામાં આવ્યો ન હતો.

આમ ફૂડ વિભાગ ના અધિકારીઓ દ્વારા જવાબદાર દુકાનદાર ને મદદરૂપ બનાય એ રીતે ની કામગીરી કરતા ભીનું સંકેલવા ના સંકેતો દેખાઈ રહયા છે, ત્યારે નક્કર પગલાં ના અભાવે ફરિયાદી દવારા સમગ્ર મામલો નર્મદા જિલ્લા કલેકટર શ્રી સમક્ષ લઈ જવાનો વલણ અપનાવ્યું છે .


Share to