રાજપીપલા, ગુરુવાર:- સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વાંરા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર, ફોર-વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન ટુ-વ્હીલર માટે જી.જે-૨૨ એન (N) અને ફોર-વ્હીલર માટે જી.જે-૨૨ એચ ( H) નું રી-ઓકશન તા.૧૭-૧૨-૨૦૨૧ થી શરૂ કરવામાં આવનાર હોઈ ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન http://parivahan.gov.in/fancy વેબસાઈટ પર કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.
અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેમાં અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી નક્કી કરવામા આવેલ ફી ભરવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ‘’ ૫’’ (પાંચ) દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એપ્રૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ-વ્હીલર સીરિઝ જી.જે-૨૨ એન (N) નું ઓનલાઈન રી-ઓકશન થશે. ફોર-વ્હીલર સીરિઝ જી.જે-૨૨ એચ ( H) નું ઓનલાઈન રી-ઓકશન થશે.
તેવી જ રીતે, નવી સીરિઝ ના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૭-૧૨-૨૦૨૧ થી ૧૯-૧૨-૨૦૨૧ સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૨૦-૧૨-૨૦૨૧ થી ૨૧-૧૨-૨૦૨૧ ના સાંજના ૦૬:૧૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા ૨૨-૧૨-૨૦૨૧ ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. વાહનનું રજીસ્ટ્રેશન/ઈંસ્પેક્શન કરાવેલુ હોવું જરૂરી છે. વાહન વેચાણ તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમયમર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી તેમ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો