December 23, 2024

ભરૂચ તાલુકાના દયાદરા ગામના હોલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશન તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

Share to



: દયાદરા ગામના હોલમાં વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશન તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફ થી કરાયો હતો ત્યારબાદ WBVF ના ફાઉન્ડર યુનુસ અમદાવાદીએ ઉપસ્થિત અતિથીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ડૉ. શાહિદ મિર્ઝા, ડૉ. સુએબ મુકરદમ વાલાએ રસીકરણ વિશે હાજર જનોને રસપ્રદ માહિતી આપી હતી
ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ધુલેરા એ વક્તવ્યમાં જણાવ્યું હતું કે અફવાઓને કારણે રસીકરણ અભિયાન મંદ પડ્યો છે વોટ્સ એપ યુનિવર્સિટી નો પણ બહુ મોટો રોલ છે બાબા આદમ ના જમાના થી નકારાત્મક બાબતો વધારે ફેલાય છે રસી લેવાથી ત્રણ વર્ષ માં માણસો મરી જાય છે જો સરકારે મારી નાખવા હોય ત્રણ વર્ષ રાહ શા માટે જુએ બિજુ આ રસી થી નપુંસક તા આવે છે કોની તાકાત છે તમને મારી નાખે અને શા માટે મારી નાખે ? રસીની ગંભીર આડ અસર છે જેવી પણ અફવા ચાલી રહી છે અફવાઓમાં ન દોરશો જો તાવ આવે તો એમ સમજો કે રસીએ તમારા શરીરમાં કામ શરૂ કરી દીધું છે એક દિવસ ની તકલીફ થી જિંદગી ભર ની પીડા થી મુક્ત થવાતું હોય તો રસી ચોક્કસ લેવી જોઈએ વોટ્સ યુનિવર્સિટી ની વાતો ને અવગણી અચૂક રસી મેળવી સુરક્ષિત બની છે 5 લાખ લોકો ને અત્યાર સુધી રસી આપી દેવામાં આવ્યો છે સાડા ચાર લાખ લોકો માંથી માત્ર 60 જેટલા લોકો ને આડ અસર થઈ હતી ત્યારબાદ મુફ્તી દેવલવી એ વક્તવ્યમાં વેકસીનેશન બાબતે બોલતા કહ્યું હતું કે એક તંદુરસ્તી હજાર નેમત છે તંદુરસ્તી ને જાળવવા માટે દરેક પ્રયત્નો કરવા જોઈએ પયંગમ્બર સાહેબ ઉમ્મત ની તંદુરસ્તી માટે ખાસ દુઆ ગુજારતા હતા આપણી સેહત ને સાચવવી એ આપણી જવાબદારી છે બિમારી પછી આવે છે પરંતુ તંદુરસ્તી પ્રથમ છે જેને સાચવવા માટે દરેક પ્રયત્નો કરવા જોઈએ મૌત સિવાય દરેક બીમારી નો ઈલાજ છે વેકસીન માં અત્યાર સુધી કોઈ હરામ ચીજ ની મિલાવટ ની વિગતો સામે આવી નથી જેથી બધાએ રસીકરણ માટે આગળ આવવું જોઈએ
સૈયદ વાહીદ અલી બાવા હાજર ન રહી શકતા ઓડીઓ રેકોર્ડિંગ મોકલી સંદેશ પાઠવતા સર્વે લોકો ને વેકસીન લેવા અનુરોધ કર્યો હતો ખોટી અફવાઓ ને ધ્યાને લીધા વિના તમામ લોકોએ વેકસીન લેવા માટે આગળ આવવું જોઈએ રસીકરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ : જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ધૂલેરા તેમજ યુનુસ અમદાવાદી


Share to

You may have missed