December 23, 2024

કેલ્વીકુવા ગામે શેરડીનો પાક સળગાવી અજાણ્યા ઇસમો ફરાર.

Share to


* રાત્રીના અંધકારના સમયે બનેલ ઘટના.ભારે નુકસાન 


તા.૧૬-૬-૨૦૨૧ નેત્રંગ.


     પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-માંડવી રોડ ઉપર આવેલ કેલ્વીકુવાના ખેડુત મહેશભાઈ ડાહ્યાભાઇ પટેલની ગામની સીમમાં જમીન આવેલ છે.જેમાં શેરડીના પાકની રોપણી કરી હતી.ભારે જહેમત ઉઠાવી અને ખાતર નાખી મબલક શેરડીનો પાક તૈયાર કયૉ હતો.ગતરાત્રીના સમયે અંધકારનો લાભ ઉઠાવી અજાણ્યા ઇસમોએ શેરડીના પાકને સળગાવી ફરાર થઇ ગયા હતા.આગના ગુવારો આસમાને પહોંચતા આજુબાજુના ખેડુતો અને ગ્રામજનોને માલુમ પડતા ઘટનાસ્થળ ઉપર દોડી આવી શેરડીના પાકને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.પરંતુ આગની ઝપેટમાં શેરડીનો ઉભો પાક બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.જેમાં ખેડુતને બિયારણ,ખાતર અને ખેતમજૂરી પણ માથે પડતા ભારે નુકસાન પહોંચ્યાનું જાણવા મળ્યું છે.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed