December 23, 2024

રાજપીપળા ની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મા ખોટા પુરાવા ઉભા કરી ફાજલ અધ્યાપક તરીકે નું લાભ મેળવી નિમણુંક પામેલા પ્રો.રવીકુમાર વસાવા ને પરત મોકલવા હુકમ

Share to

અમદાવાદ ની બી.વી.ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના અધ્યાપક રવીકુમાર વસાવા દ્વારા ખોટા પુરાવા ઉભા કરાયા હોવાનું તપાસ સમિતિ ની ચકાસણી મા ઘટસ્ફોટ થતા શિક્ષણ ક્ષેત્ર લજવાયું


ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ ના સ્થાપક રત્નસિંહ મહિડા ની પપૌત્રી વિરાજકુમારી જાડેજા એ પ્રો.રવીકુમાર ની નિમણુંક ને શિક્ષણ મંત્રી સમક્ષ પડકારતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

(ઈકરામ મલેક) રાજપીપળા

શિક્ષણ ક્ષેત્ર ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર ની કચેરી દ્વારા બિન સરકારી અનુદાનિત કોલેજો ની ખાલી શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત આપવામાં આવી હતી, બિન સરકારી અનુદાનિત કોલેજનો શૈક્ષણિક વર્ષ 2020/21 ના કાર્યભાર ની ગણતરી કરતા કેટલાંક અધ્યાપકો ફાજલ જણાઈ આવ્યા હતા, ત્યાર બાદ ફાજલ પડેલા અધ્યાપકો ના કેમ્પ નું આયોજન કરી સંસ્થા ના આચાર્ય, તથા કોલેજ ના સંચાલક મંડળ ના પ્રમુખ,મંત્રી અને ફાજલ પડેલા અધ્યાપકો ને રૂબરૂ બોલાવી સમિતિ સમક્ષ રજૂઆતો સાંભળી સમિતિ દ્વારા સંબંધિત અધ્યાપક કોલેજ ના સંચાલક મંડળ ના હોદ્દેદારો ને અને આચાર્યો ની રજૂઆતો મેળવી 8 જેટલા અધ્યાપકો ને ફાજલ ગણી અન્ય કોલેજો મા નિમણુંક કરવા હુકમ કરવામાં આવ્યા હતા.

ત્યારે ફાજલ ગણી અન્ય કોલેજો મા મોકલાયેલા 8 અધ્યાપકો પૈકી અમદાવાદ ની બી.વી.ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મા કાયમી અધ્યાપક તરીકે વર્ષ 2012 થી ફરજ બજાવતા રવીકુમાર વસાવા ને રાજપીપળા ની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મા મોકલાતા આ બાબતે રાજપીપળા ના વિરાજકુમારી એ જાડેજા એ તારીખ 3/07/2021 ના રોજ બી.વી.ડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાપુનગર અમદાવાદ પાસે માહિતી અધિકાર કાયદા હેઠળ આર.ટી.આઈ ફાઇલ કરી રાજપીપળા ની એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મા ફાજલ થઈ આવેલા અધ્યાપક રવીકુમાર વસાવા એ 2019-20 ના વર્ષ મા લીધેલા પિરિયડો ની હાજરી પત્રક સહિત અન્ય 8 મુદ્દાઓ ની માહિતી માંગતા તેઓ એ 25 પિરિયડો લીધેલા હોવાની માહિતી પ્રાપ્ત થતા અધ્યાપક રવીકુમાર ના ફાજલ ને લાયક નહીં હોવા અને તેમની પાસે પૂરતો કાર્યભાર હોવાની હકીકત સામે આવી હતી. અને આ બાબત ને આર.ટી.આઈ કર્તા એ શિક્ષણ મંત્રી ને પત્ર લખી તપાસ ની માંગણી કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.


આમ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ, કેળવણી મંડળ ના આદ્યસ્થાપક રત્ન સિંહ મહિડા ની પૌત્રી દ્વારા સંસ્થા મા ચાલતી અવ્યવસ્થાઓ સામે છેલ્લા ઘણા સમય થી સવાલો ઉઠાવવા મા આવી રહ્યા છે. ત્યારે રાજપીપળા ની એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ મા નીતિ નિયમો ને નેવે મૂકી ને લાવી ગોઠવવા ના પ્રયાસો ઉપર પાણી ફેરવી દીધું છે, ગત તારીખ 08/06/2021 ના ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર ની કચેરી દ્વારા અરજ કર્તા વિરાજકુમારી એ. જાડેજા ને પત્ર લખી તેમની રજૂઆતો ને આધારે કમિટી બનાવી અધ્યાપક રવીકુમાર ના વર્ક લોડ ની તપાસ કરતા એ સાબિત થયું હતું કે અધ્યાપક રવીકુમાર વસાવા ફાજલ થતાં નથી તેથી તેમનો ફાજલ નો હુકમ રદ કરી તેમની મૂળ સંસ્થા બી.વી.ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ ખાતે પરત મોકલી આપવા આદેશ કરાયો હોવની જાણ કરતો પત્ર લખી તેમને જાણ કરવામાં આવી હતી.


Share to

You may have missed