November 22, 2024

વલસાડમાં બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાઈ

Share to



(ડી.એન.એસ)વલસાડ,તા.૧૨
વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ પર યોજાયું હતુ. જેમાં આ સ્પર્ધામાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અમદાવાદ અને ભરૂચ જેવા અનેક નાના મોટા શહેરોમાંથી બોડી બિલ્ડર્સ ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધામાં વજન મુજબ, હાઇટ મુજબ તેમજ અન્ય કેટેગરી મુજબના ૮ જેટલા રાઉન્ડ ચાલ્યા હતા. આ રાઉન્ડ બાદ સુપર રાઉન્ડ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ કેટેગરીમાં વિજેતા બનેલા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થઇ હતી. વલસાડના આરપીએફ ગ્રાઉન્ડમાં યોજાયેલી આ બોડી બિલ્ડીંગ સ્પર્ધા જાેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોતા પોતાના ઉમેદવારને વિજેતા બનાવવા તેમના સમર્થકો તેમને પ્રોત્સાહિત કરતા જાેવા મળ્યા હતા. વલસાડમાં પણ જિમ સંચાલકો અને ટ્રેનરો દ્વારા બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અન્ય જિલ્લાઓના સ્પર્ધકો સામે વલસાડ જિલ્લાના સ્પર્ધકો ફાઈટ આપી રહ્યા છે. આવી સ્પધના માધ્યમથી લોકોમાં રહેલા ટેલેન્ટને બહાર લાવી શકાય છે.ગુજરાત બોડી બિલ્ડર્સ એસોસિએશનના ઉપક્રમે ગુજરાતના એક માત્ર મહિલા બોડી બિલ્ડર બિનિતા કુમારીના ક્વિન ફિટનેસ દ્વારા વલસાડ શહેરમાં બોડી બિલ્ડીંગ સ્પાર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતભરમાંથી આવેલા ૯૦થી વધુ બોડી બિલ્ડર્સે પોતાના મસલ્સનું પ્રદર્શન કર્યું હતુ.


Share to