DNSNEWS
– માતા શહેનાઝ પટેલ છે ટંકારીયા ગામના
– વર્ષો પહેલા માતા-પિતા ભરૂચ મૂળ વતન છોડી મુંબઈના જોગેશ્વરીમાં સ્થાયી થયા હતા
– પિતાની હતી રેફ્રિજરેશનની દુકાન જ્યારે માતા હતા શિક્ષિકા
– એઝાંઝ પટેલની ટેસ્ટ મેચમાં હોમ ટાઉન અને બર્થ પ્લેસ મુંબઈમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ બદલ ટંકારિયા અને કંથારીયામાં ઉજવણી કરાશે
– માતા-પિતાના મૂળ વતન ભરૂચમાં તેઓના વસતા પરિવારોમાં ખુશીની લહેર
મુંબઈમાં ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મૂળ ભારતીય અને કિવી ન્યુઝીલેન્ડ તરફથી ક્રિકેટ રમતા 33 વર્ષીય એઝાંઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. ત્યારે ત્રીજી આવી સિદ્ધિ મેળવનાર એઝાંઝ પટેલનું પરિવાર મૂળ ભરૂચના કંથારીયા અને ટંકરિયા ગામનું હોવાની વિગતો બહાર આવી છે.
મુંબઈના જોગેશ્વરીમાં રહેતું ન્યુઝીલેન્ડના ક્રિકેટર એઝાંઝ પટેલનું પરિવારનું મૂળ વતન ભરૂચ હોવાની વિગતો બહાર આવી છે. ભારત સામે ટેસ્ટ શ્રેણીમાં તમામ 10 વિકેટ ઝડપી ત્રીજો બોલર બનનાર અને ઇતિહાસ સર્જનાર આ કિવી ક્રિકેટરના માતા-પિતા મૂળ ભરૂચના વતની છે.
એઝાંઝના પિતા યુનુસભાઈ ભરૂચ તાલુકાના કથારીયા ગામના છે. અને તેમની માતા શહેનાઝ પટેલ ટંકારીયા ગામના. માતા-પિતાના લગ્ન બાદ તેઓ મુંબઈના જોગેશ્વરીમાં સ્થાયી થયા હતા. જ્યાં પિતા યુનુસભાઈ રિફ્રિજરેશનની દુકાન ચલાવતા હતા. જ્યારે માતા શિક્ષિકા હતા.
એઝાંઝ પટેલ 8 વર્ષના હતા ત્યારે પટેલ પરિવાર ન્યુઝીલેન્ડ સ્થાયી થઈ ગયું હતું. ન્યુઝીલેન્ડ ટીમમાં પસંદગી પામ્યા બાદ આજે એઝાંઝ પટેલે ભારતની તમામ 10 વિકેટો ખેરવી રેકોર્ડ સર્જી દેતા ક્રિકેટ વિશ્વમાં તરખાટ મચાવી દીધો છે. ત્યારે તેમની આ સફળતા બદલ માદરે વતન ટંકારીયા અને કથારીયા ગામમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ યુવા ક્રિકેટરના માતા-પિતાના મૂળ વતનમાં તેઓની જીતની ખુશી અને અદ્વિતીય સિદ્ધિ બદલ સન્માન સમારંભનું પણ આયોજન કરવામાં આવનાર છે.
એઝાંઝ પટેલનો જન્મ મુંબઈમાં જ થયો હતો અને ત્યાંથી આખું પરિવાર ન્યુઝીલેન્ડ સ્થાયી થઈ ગયું હતું. એઝાંઝ પટેલ કદી માતા-પિતાના વતન ભરૂચ આવ્યા નથી. તેઓના માતા-પિતા પણ વર્ષોથી તેમના ગામ આવ્યા નથી. જોકે ગામમાં વસતા તેમના સગા સંબંધીઓ હાલ તો ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો