ડી.એન.એસ.) ન્યુદિલ્હી, તા.૦૩
દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યૂનિકેશન ડિસીઝના જણાવ્યા અનુસાર ટ્રાન્સમિશન બાબતે આ કદાંચ સ્પેશિયલ વેરિએન્ટ હોવાનું જણાય છે. ઓમીક્રોન બાબતે હજુ જાેઇએ તેટલા પ્રમાણમાં માહિતી બહાર આવી નથી પરંતુ જાે તેના પર વેકિસનનો પ્રભાવ પણ નિસ્તેજ રહેશે તેવા સંજાેગોમાં ખતરો વધી જશે. ભારતમાં ઓમીક્રોનની એન્ટ્રી – કોરોના વાયરસના નવા વેરિએન્ટની ભારતમાં પણ એન્ટ્રી થઇ છે. કર્ણાટકમાં ઓમિક્રોનના બે દર્દીઓ ધ્યાનમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લગ અગ્રવાલે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ઓમીક્રોનના બંને કેસ કર્ણાટકમાં નોંધાયા હોવાને પુષ્ઠી આપી હતી. ઓમિક્રોનના સંક્રમિત બે દર્દીઓમાં એકની ઉંમર ૬૬ વર્ષ જયારે બીજાની ૪૬ વર્ષ છે.ઓમીક્રોનથી સંક્રમિત પ્રથમ વ્યકિત દક્ષિણ આફ્રિકામાં ધ્યાનમાં આવ્યો હતો. કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટની કમ સે કમ ૨૩ દેશોમાં એન્ટ્રી થઇ છે એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં)ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસએ જાહેર કર્યુ હતું. એટલું જ નહી ઓમીક્રોન વેરિએન્ટ હજુ પણ વધુ દેશમાં ફેલાતો જશે એવી શકયતા છે. છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટે ધ્યાન ખેંચ્યું છે. કેટલાક નિષ્ણાતો ઓમીક્રોનને ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક સમજે છે. ઘણા દેશોેએ દક્ષિણ આફ્રિકા સાથેનો એર ટ્રાફિક બંધ કરી દીધો છે અથવા તો નિયંત્રણ મુકયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દુનિયામાં ફેલાઇ આ નવા વેરિએન્ટ બાબતે ચેતવણી આપી છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો