November 22, 2024

દેશભર માં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું:

Share to


ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન.

પોલીસે 20 થી વધુ કોંગી કાર્યકરોની કરી ધરપકડ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે મોદી સરકાર વિરોધી પોસ્ટરો લઇ સ્ટેશન રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું,
કોંગ્રેસ ના કાર્યકરો અને અગ્રણીઓ સ્ટેશન રોડ પર આવેલ ધારાસભ્ય દુષ્યંત પટેલ ના પેટ્રોલ પંપ ખાતે ધસી જઈ ભારે સૂત્રોચ્ચાર કરવા લાગતા એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ ની સ્થિતિનું નિર્માણ થયું હતું,જોકે વિરોધ કરી રહેલા 20 થી વધુ કાર્યકરો ની પોલીસે અટકાયત કરી હતી,
કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે પેટ્રોલ,ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ પ્રદશન માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી,યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,તેમજ નગર પાલિકા વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ સહિત કોંગ્રેસ ના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા,


રિપોર્ટર:-કાદર ખત્રી


Share to