September 7, 2024

ઝઘડિયા તાલુકા માં છેલ્લા ચોવીસ કલાક માં 21 મિ.મી વરસાદ વરસતા વાતવરણ થડું ગાર બન્યું…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝઘડિયા તાલુકા માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ કારતક માં અષાઢી જમાવટ તાપમાન નો પારો ગગડતા ઠંડી નો અહેસાસ…

ડિસેમ્બર મહિના ના પ્રારંબ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પગલે સમગ્ર ઝઘડિયા તાલુકામાં ભર શિયાળે ચોમાસા ની જમાવટ થતા ધરતીપુત્રો પુનઃ ચિંતા માં મુકાયા છે ઝઘડિયા તાલુકા માં ચોવીસ કલાક માં સુધીમાં કુલ 21 મી.મી.વરસાદ વરસ્યો હતો.

વરસાદ વરસતો રહેતા ભર શિયાળે ચોમાસા નો માહોલ છવાયો હતો.જેના કારણે લોકોએ ગરમ કપડાં ને બદલે હમણાં જ ઊંચે મૂકી દીધેલા રેઇનકોટ અને છત્રીઓ નો સહારો લેવો પડ્યો હતો ગઈ કાલ સવારથી જ કમોસમી વરસાદ વરસતા શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે પણ કમોસમી વરસાદ વરસતા તાપમાન નો પારો પણ નીચે ગગડી ગયો હતો.


Share to

You may have missed