November 22, 2024

હાલ માં ચાલી રહેલ કોવિડ 19 મહામારી અને શક્યત: ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજન ના ભાગરૂપે દિયોદર સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવેલ (PHC) માં સહયોગ.

Share to



આજરોજ માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા કોરોના ની હાલની પરિસ્થિતિ અને Covid 19 ના રોગચાળા ની ત્રીજી લહેર ની શક્યતાને પહોંચી વળવા દિયોદર ખાતે સરકારી દવાખાનાઓ માં ઓક્સિજન સિલિન્ડર, સેનેટરાઈઝ, પલ્સ ઓક્સીમીટર, ફ્લોમીટર, થર્મલ ગન, ગ્લુકોમિટર, માસ્ક, પીપીઈ કીટ, ગ્લોવ્ઝ, દવાઓ વગેરે કોવિડ કીટ આપવામાં આવેલ. આ રાહત સામગ્રી પહોંચાડવા માં આવી હતી. આ રાહત સામગ્રી સ્વિકારવા માટે બ્લોક હેલ્થ ઓફિસર ડૉ બ્રિજેશ વ્યાસ સાહેબ, દિયોદર મેડિકલ ઓફિસરશ્રી ડૉ પંકજ ગુપ્તા સાહેબ, ડૉ પ્રતિક રાઠોડ સાહેબ, 108 પાઇલોટ દિનેશભાઈ નાઈ એ સંસ્થા નો આભાર વ્યક્ત કરતા ઉત્સાહ પૂર્વક સામગ્રી સ્વીકારી હતી. આ કાર્ય ને દવાખાના સુધી પહોંચાડવા માટે અમદાવાદ સંસ્થા માંથી દીપકભાઈ સોલંકી અને બાબુભાઈ શિહોરા અને દિયોદર જય ભીમ એકતા મંડળ પ્રમુખ શંકરલાલ સોલંકી, સામાજિક કાર્યકર શ્રી સેધાભાઈ પરમાર, જમનાબેન પરમાર, ભરતભાઈ છત્રાલીયા, પ્રવિણભાઈ પરમાર, બીડીએસ દિયોદર ના કાર્યકર મુકેશભાઈ ચૌહાણ, ભુરીબેન પરમાર સહિત સામાજિક જવાબદેહિતા ને સ્વીકારનાર લોકો હાજર રહ્યા હતા. આ કાર્ય માટે શ્રી સેધાભાઈ પરમાર દ્વારા સંસ્થાના નિયામક એલિસ મોરિસ અને બીડીએસ પ્રમુખ દલપત ભાટીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to