November 22, 2024

સત્તાધારી પક્ષના સભ્યો વિશ્રામગૃહો, ડાક બંગલા કે સરકારી રહેણાંકોનો એકહથ્થું ઉપયોગકરી શકશે નહી

Share to


——-
સુરતઃ શુક્રવારઃ- રાજય ચુંટણી આયોગ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની ચુંટણી અંગે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ સુરત જિલ્લાની ૪૯૮ ગ્રામ પંચાયતોનું મતદાન તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ થશે. જે સંદર્ભે જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વાય.બી.ઝાલાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામાં અનુસાર ઉકત ગ્રામ્ય પંચાયત વિસ્તારોમાં આવેલા વિશ્રામગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાપક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થું અધિકારો ભોગવશે નહી અને રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે નહી. કોઈ પણ પક્ષ ઉમેદવારો આવા રહેણાંકનો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચુંટણી વિષયક હેતું માટે કરી શકશે નહી. કે રાજયકીયપક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટીંગ પણ યોજી શકાશે નહી. ચુંટણી પ્રચાર માટે અતિથિગૃહમાં આવેલ જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ-અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવેલ હોય તે મહાનુભાવોને લાવવા-લઈ જતા વાહનને જ કમ્પાઉન્ડમાં રાખી શકશે જો તેઓ એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામ ગૃહોના કમ્પાઉન્ડમાં રાખી શકશે નહી. એક વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રુમ ફાળવી શકાશે નહી. ચુંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવો મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ-અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકશે નહી. આ હુકમ તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


Share to