November 22, 2024

રાજપીપળા મામલતદાર કચેરી માંથી રૂપિયા ૧૦૦૦ની લાંચ સ્વીકારતા ધારીખેડા સેજા ના મહિલા તલાટી એ.સી.બી ની ટ્રેપમાં ઝડપાયા

Share to

ફરિયાદી અને આરોપી વચ્ચે પૈસા ની લેવડ દેવડ ની વાતચીત ના રેકોર્ડિંગ ને પુરાવા સ્વરૂપે લેવામાં આવી

ઈકરામ મલેક:રાજપીપળા

આજે તારીખ 24 11 2021 ના રોજ બપોર ના આ કામના ફરિયાદી એ તેઓના માતૃશ્રીના મરણ ગયેલ હોય તેઓ ની જમીન ના રેકર્ડ માંથી નામ કમી કરવા માટે નાંદોદ તાલુકા ધારીખેડા સેજા ના મહિલા તલાટી નિમિષા બેન બળદેવભાઈ રાવત નાઓ ને રૂ.1000/- ની લાંચ સ્વીકારતા એન્ટી કરપશન ની ટીમ દ્વારા ઝડપી લેવાયા હતા.

આજે બપોર ના સુમારે એન્ટી કરપશન ટીમ ના પો.ઈ ડી.બી રાઠવા એ ફરિયાદી ની ફરિયાદ ને આધારે છટકું ગોઠવી આરોપી મહિલા તલાટી નિમિષાબેન બળદેવભાઈ રાવત ને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.1 હજાર ની લાંચ સ્વીકારતા રાજપીપળા ની મામલતદાર કચેરી મા રંગે હાથ ઝડપી લીધા હતા. વધારા ના પુરાવા સ્વરૂપે ફરિયાદી અને આરોપી વચ્ચેની વાતચીતને રેકોર્ડિંગ કરી લેવામાં આવી હોવાનું એન્ટી કરપ્શન વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી જાણવા મળે છે. આરોપી મહિલા તલાટીને એન્ટી કરપ્શન પોલીસ દ્વારા અટકમાં લેવાયા છે પ્રથમ તેઓનું કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવશે અને નિગેટિવ આવ્યા બાદ તેઓની વિધિસર ધરપકડ કરવામાં આવશે ત્યાં સુધી તેઓને એસીબી પોલીસ સ્ટેશનમાં નજરકેદ રાખવામાં આવશે.

આવતીકાલે તારીખ 25 ના રોજ આરોપી મહિલા તલાટીને રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ ફરિયાદની વધુ તપાસ ભરૂચના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી વસાવા દ્વારા કરવામાં આવશે તેવું નર્મદા એસીબી તરફથી જાણવા મળેલ છે.


Share to