__________________
જીએમડીસી અને ઝઘડીયા વનવિભાગના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ
__________________
રાજપારડી તા.૬ મે ‘૨૧
__________________
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આવેલ જીએમડીસી પ્રોજેક્ટના વિસ્તારમાં તા.૫ મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આયોજિત કાર્યક્રમમાં જીએમડીસીના જનરલ મેનેજર સ્વાગત,એન્વાયરમેન્ટ અધિકારી જોગાણી,લેબ આસિસ્ટન્ટ ઝાલા,ઝઘડીયા વનવિભાગના આરએફઓ મિનાક્ષીબેન પરમાર,સૈયદભાઇ ફોરેસ્ટર તેમજ રાજપારડી ફોરેસ્ટર હેમંત કુલકર્ણી હાજર રહ્યા હતા.આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં જીએમડીસી ખાણ પાસે ૧૦૦ જેટલા લીમડાના છોડ રોપવામાં આવ્યા.આ પ્રસંગે પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોનું મોટુ યોગદાન હોવાની લાગણી ઉચ્ચારવામાં આવી.ઉલ્લેખનીય છેકે આજે ઔધોગિક વિકાસને લઇને તેમજ રસ્તાઓ પહોળા બનાવવાની કામગીરીમાં રોજ સેંકડો વૃક્ષોનું નિકંદન નીકળતુ હોય છે,ત્યારે જેટલા વૃક્ષો કપાય તેની સામે એટલાજ નવા વૃક્ષો રોપવામાં આવે તો પર્યાવરણનું સંતુલન જળવાય રહે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો