સુરત:મંગળવાર: સુરત જિલ્લાની મહુવા તાલુકા પંચાયતની ૧૪-મહુવરીયા મતદાર મંડળની સામાન્ય ચૂંટણી તા.૨૮-૧૧-૨૦૨૧ ના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે. સ્થાનિક વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એપ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સરળતાથી મતદાન કરી શકે તે માટે કર્મચારીના પગારમાંથી કપાત કર્યા વિના ખાસ રજા મંજૂર કરવાની રહેશે. જે કોઈ માલિક જોગવાઈ વિરૂદ્ધનું વર્તન કરશે તો તેઓ દંડ અને શિક્ષાને પાત્ર રહેશે તેમ નાયબ શ્રમ આયુક્ત, સુરતની યાદીમાં જણાવાયું છે.
-૦૦-
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો