November 21, 2024

સુરત શહેરમાં જાહેરમાં લાઉડ સ્પીકર/વાજિંત્રો વગાડી શકાશે નહીં

Share to


પૂર્વ મંજૂરીથી માઇક સિસ્ટમ/ વાજિંત્રોનો ઉપયોગ અવાજની નિર્ધારિત માત્રામાં
રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી વગાડી શકાશે
———
સુરત:ગુરૂવાર: શહેરમાં કાયદો અને સુવ્યવસ્થા જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે દરેક માઇક સિસ્ટમવાળાએ અવાજના પ્રદુષણોને અટકાવવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચૂકાદા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઘોંઘાટ ઉત્પન્ન કરતાં સ્ત્રોતના નિયંત્રણ અને નિયમન, ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ્ કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ ૨૦૧૦ના સુધારા કરવામાં આવ્યા છે. જે મુજબ ધ્વનિની માત્રાના ધોરણો નકકી કરવામાં આવ્યા છે. તદ્‌અનુસાર ઔદ્યોગિક વિસ્તાર, વાણિજ્ય, રહેણાંક વિસ્તારમાં હોર્ન, ધ્વાનિ, પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડ સ્પીકર અને વાજિંત્રો વગાડવા પર સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય કુમાર તોમરે જાહેરનામુ પ્રસિદ્ધ કરી પોલીસ કમિશનરેટ હેઠળના સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવ્યો છે.
માઇક સિસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજરોએ સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી, સરઘસ, જાહેરરસ્તા કે જાહેર સ્થળે ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગા, રહેણાંકની પાસે ઉપયોગ માટે જે તે વિસ્તારમાં નાયબ પોલિસ કમિશનરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.
હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુ બાજુના ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં માઇક સિસ્ટમનો ઉપયોગ થઇ શકશે નહીં. એમ બીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચા‍રણો/ગીતોનો માઇક સીસ્ટમમાં ઉપયોગ તેમજ રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફિકને અડચણ ન થાય તથા ટ્રાફિકના તમામ નિયમો/કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન /ગરબા જાહેર માર્ગમાં રોકાઇને કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
માઇક સિસ્ટમ વાજિંત્રોનો ઉપયોગ અવાજની માત્રામાં સવારના ૬ થી રાત્રિના ૧૦ કલાક સુધી કરી શકાશે. અવાજ પ્રદૂષણ નિયમ ૨૦૦૦ની જોગવાઇઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ/ વાજિંત્રનો ઉપયોગ રાત્રિના ૧૦.૦૦ કલાક થી સવારના ૬.૦૦ સુધી વગાડી ન શકાય તેવી જોગવાઇઓ હોય આ સમય માટે માઇક સીસ્ટમ/વાજિંત્ર માટે કોઇ પરવાનગી આપવામાં આવશે નહીં. સરકારે નક્કી કરેલ દિવસો દરમિયાન આવી પરવાનગી રાત્રિના ૧૦.૦૦ કલાકની જગ્યાએ ૧૨.૦૦ કલાક સુધી મળી રહેશે. આ જાહેરનામું તા.૧૮/૦૧/૨૦૨૨ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.


Share to

You may have missed