November 21, 2024

નિરામય ગુજરાત અભિયાન’ અંતર્ગત તા.૧૯ નવે. ના રોજ બારડોલી, માંડવી જિલ્લા હોસ્પિટલોઅને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ‘નિરામય આરોગ્ય કેમ્પ’ યોજાશે

Share to


———-
૩૦ વર્ષ કે તેથી વધુ ઉમરના પોલીસ કર્મચારી તેમના પરિવારજનો અને
જાહેર જનતા કેમ્પનો લાભ લઇ શકશે
———–
સુરત:ગુરૂવાર: ‘નિરામય ગુજરાત અભિયાન’ અંતર્ગત તા.૧૯ નવે. ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે ૩૦ વર્ષ કે તેથી વધુ ઉમરના પોલીસ કર્મચારી તેમના પરિવારજનો અને જાહેર જનતા માટે બારડોલી અને માંડવીની પેટા જિલ્લા હોસ્પિટલ તેમજ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન પ્રા.આરોગ્ય કેન્દ્રો ખાતે ‘નિરામય આરોગ્ય કેમ્પ’ યોજાશે.
કેમ્પમાં ‘નિરામય ગુજરાત’ હેઠળ આવરી લેવાયેલી હાઇપરટેન્શન, ડાયાબિટીસ, મોઢા/સ્તન/ગર્ભાશયનું કેન્સર, કિડનીની બીમારી, પાંડુરોગ, કેલ્શિયમની ઉણપની તપાસ કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓ તથા જાહેર જનતાને નિરામય આરોગ્ય કેમ્પનો લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખભાઈ ચૌધરી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એમ.એમ.લાખાણી(નોડલ ઓફિસર NCD સેલ, સુરત) દ્વારા અપીલ કરવામાં આવી છે.


Share to

You may have missed