રાજપીપલા,ગુરૂવાર:- રાષ્ટ્રના વિકાસમાં, સમાજ સેવામાં, યુવાઓ માટેની પ્રવૃત્તિઓ, શોધ અને સંશોધન, સાંસ્કૃત્તિક વારસો, માનવઅધિકારના પ્રચાર, કલા અને સાહિત્ય,પ્રવાસ,પરંપરાગત ઔષધિઓ, જાગૃત નાગરિકતા, સામુદાયિક સેવા, રમત ગમત શૈક્ષણિક શ્રેષ્ઠતા તથા સ્માર્ટ લર્નિંગ ક્ષેત્રે અભૂતપૂર્વ કામ કરનાર યુવક-યુવતીઓ પ્રતિ વર્ષ નેશનલ યુથ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે
ભારત સરકાર દ્વારા નેશનલ યુથ એવોર્ડ વર્ષ ૨૦૧૯-૨૦ માટેના નામાંકન તા.૧૯/૧૧/૨૦૨૧ સુધીમાં https://innovate.mygov.in/national-youth-award-2020/ ઉપર મંગાવવામાં આવેલ છે. સદર એવોર્ડ બાબતે નર્મદા જિલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારોને સમય મર્યાદામાં ઉક્ત વેબ પોર્ટલ ઉપર બારોબાર પોતાની અરજીઓ મોકલી આપવા નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે. ૦૦૦૦૦
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.