(ડી.એન.એસ.) વડોદરા, તા.૧૨
રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન- મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં ૩ હજાર જેટલી નોન-વેજ અને ઇંડાંની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, એને ઢાંકીને રાખવું પડશે. જાે સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીનાં પગલાં લેવાશે. પાલિકાના શુક્રવારથી ડ્રાઇવ શરૂ કરવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે નોન-વેજની કેટલી લારીઓ છે એની પાલિકાને ખબર જ નથી. બીજી તરફ પાલિકા દ્વારા હવે શહેરના રાજમાર્ગો પર રોજ પાર્ક કરાતાં વાહનો પાસેથી પાર્કિગનો ચાર્જ વસૂલવાની પણ કવાયત શરૂ કરવામાં આવી છે.નોન-વેજના વેપારી મુન્ના ઘાંચીએ જણાવ્યું હતું કે કોર્પોરેશને જે નિયમ બનાવ્યો છે કે નોન-વેજ ઢાંકીને રાખવાનું તથા સ્વચ્છતા રાખવાનું, એનું પાલન કરવામાં આવશે. લોકોને તકલીફ ના પડે એનું ધ્યાન રાખવું એ વેપારીઓની ફરજ છે અને નિયમોનું પાલન કરાશે.રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જાેઇએ, એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે નોન-વેજની લારી ન ઊભી રહી શકે. એને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતું હોય છે, એને કારણે એનો ધુમાડો ઊડતો હોય છે. એ રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, એને અટકાવવો જ પડશે. હું આ ર્નિણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું. આ પહેલાં કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડાં અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડાં અને નોન-વેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મહાનગરપાલિકાનાં પગલાંની પ્રશંસા કરી હતી અને એના માટે સખત પગલાંની હિમાયત પણ કરી હતી. મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોન-વેજ અને વેજ તમામ લારીઓનાં દબાણ હટાવવાં જ જાેઈએ. નોન-વેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. એને હટાવવી જ જાેઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા પર અને ખુલ્લામાં વેચવામાં આવતાં મટન અને મચ્છી કે આમલેટની લારી પર વસ્તુઓ દેખાય નહીં એવી સૂચના આપી છે. રાજકોટના મેયરે મુખ્ય રસ્તા પર મટન-મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા સૂચના આપી અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે મચ્છી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી, જેને પગલે સ્થાયી અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની બેઠક બોલાવી નોન-વેજ અને આમલેટની લારી ચલાવતા વેપારીઓને જાહેરમાં મટન સહિતની વસ્તુઓ દેખાઇ નહીં એ પ્રકારે રાખવા માટેની સૂચના આપી છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો