November 21, 2024

નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ડુમખલ દ્વાર ખેડુત સંમેલન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Share to

ઈકરામ મલેક:નર્મદા

નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ડુમખલ અને આત્મા પ્રોજેક્ટ નર્મદા દ્વારાNVG ઓફીસ ડૂમખલ મુકામે “કિશાન ગોષ્ટી” નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર અને કિશાનો નાં માર્ગદર્શક એવા NPWF સંસ્થા અધ્યક્ષ ભરત એસ તડવી, ખેતી સાથે સંકળાયેલ મહિલાઓ નાં માર્ગદર્શક પરિધાબેન વસાવા સાથે આત્મા માસ્ટર ટ્રેનર્સ સોમાભાઈ તડવી અને મહેશ ભાઈ તડવી ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો. ભરત એસ તડવી(NVG) એ સ્થાનિક ખેડૂતો નાં પ્રશ્નો ને વાચા આપી સ્થાનિક ખેડૂતો નુ આર્થિક અને સ્વાસ્થ્ય રીતે ઊંચું સ્તર લાવવા માટે પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્ય વર્ધક પાકો નાં ઉત્પાદન અંગે ની વિશેષ માર્ગદર્શન પૂરું પાડી ગુજરાત સરકાર શ્રી ખેડૂતો માટે વિવિધ પ્રાકૃતિક ખેતી અંગે ની યોજનાકીય સહાયોની માહીતી સાથે આવનારા દિવસો માં સંપૂર્ણ વિસ્તાર પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ તે અંગે ની પહેલ કરી હતી. ત્યાર બાદ દરેેદ ખેડૂતોની આભાર વિધિ કરી ખેડૂતો અલ્પાહાર લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ…


Share to