પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકા ના લીમોદ્રા લાડવાવડ ખાતે ખેડૂતના ખેતરમાં એક 10 ફુટ લાંબો મહાકાય અજગર દેખાદેતા ખેડૂત ભયભીત બન્યો હતો.. ખેડૂત દ્વારા તાત્કાલિક ઝઘડિયા ની સેવ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી અને અજગરને પકડવાની કવાયત હાથ ધરી હતી.બાદમાં રેસ્ક્યુ ટીમના સભ્ય કમલેશભાઈ વસાવા, આશિષ વસાવા,દિપક પાલ તેમજ સુનિલ શર્માએ અજગરને ભારે જહેમત બાદ પકડી લીધો હતો જેને રેસ્ક્યુ કરી ઝઘડિયા વન વિભાગની ઓફિસ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો… આ અજગર ખુબ વિશાળ હોવાના કારણે લોકો પણ આશ્ચર્ય માં મુકાયા હતા અજગર એક દમ સ્વસ્થ જોવા મળ્યો હતો અને તેને કોઈ પણ નુકસાન ન પહોંચે તેમ તેને પકડી વનવિભાગ ની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જોકે આ મહાકાય અજગર ને વહેલી તકે કોઈક જંગલ વિસ્તાર માં સલામત સ્થળે લઈ જઈ ને છોડી મુકવામાં આવશે તેમ સેવ એનિમલ ટિમ ના સભ્યો દ્વારા જણાવ્યું હતું….
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.