November 22, 2024

ભરૂચ જિલ્લામાં પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયા

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ મંગળવારઃ- ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવાના હેતુથી “નારી સંમેલન” એપીએમસી હોલ ઝઘડીયા તેમજ અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયા.
યોજાયેલ નારી સંમેલનમાં અંકલેશ્વર પ્રાંતશ્રી રમેશભાઈ ભગોરા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એસ.દુલેરા, ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી રીનાબેન વસાવા, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી પદમાબેન વસાવા, જિલ્લા પંચાયતના મહિલા બાળ અને યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દેશમુખ, જિલ્લાના તેમજ અંકલેશ્વર-ઝઘડીયા તાલુકાના વિગેરે મહિલા અગ્રણી તેમજ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
નારી સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી અલ્પાબેન પટેલે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારી મહિલા સંબધિત યોજનાઓની જાણકારી મેળવી તેના લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ મહિલા સુરક્ષા અને નારી અદાલતને અનુલક્ષીને કાયદાકીય જાણકારી આપવામાં આવી હતી.
મહિલાઓને જાણકારી જિલ્લાના અંકલેશ્વર તેમજ ઝઘડીયા ખાતે યોજાયેલ નારી સંમેલનમાં બહોળી સંખ્યામાં જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.


Share to