November 21, 2024

મોટા સોરવા ગામ પાસે પત્થરની ખાણમાં બ્લાસ્ટીંગ દરમિયાન  એક કામદારનું મોત….

Share to


પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

મળતી વિગતો અનુસાર મોટા સોરવા ગામની પત્થર ની ખાણમાં બ્લાસ્ટીન્ગ દરમિયાન પત્થર વાગતા ઈજાગ્રસ્ત કામદાર‌ને ભરૂચ ખાતે ખસેડાયો હતો જ્યા તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતું ..

ખાણ મા બ્લાસ્ટીંગ દરમિયાન પથ્થર વાગતા મોત થયુ હોવાનુ મૃતક ની પત્નીનો આક્ષેપ….

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના મોટા સોરવા ગામની પત્થરની ખાણમાં  આજે બપોરના સમયે એક દુર્ઘટના બની હતી જેમાં ખાણ મા બ્લાસ્ટીંગ દરમિયાન પત્થર વાગતા મોટા સોરવા ગામના કિરણ વસાવા નામના કામદારનું મોત થયું હોવાનું સામે આવ્યું છે,  ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પથ્થર તોડવાની અનેક ખાણ આવી છે, ઝઘડીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પથ્થરની ખાણોનું પ્રમાણ વધુ છે,ત્યારે ઝઘડીયા તાલુકાના મોટા સોરવા ગામની સીમમાં આવેલ પથ્થરની એક ખાણમાં કામ કરતા કામદાર કિરણ વસાવાનું પથ્થરની ખાણમાં બ્લાસ્ટ સમયે પથ્થર ઉછળીને માથાના ભાગે તેમજ સરીરના અન્ય ભાગે વાગતા ગંભીર ઇજાઓ થતા તેને ભરુચની ખાનગી હોસ્પિટલમા ખસેડાયો હતો જ્યા તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ..

બ્લાસ્ટિંગ દરમિયાન પથ્થર વાગવાથી મોત થયુ હોવાનો આક્ષેપ કિરણ વસાવાની પત્ની સરોજબેન વસાવા દ્વારા કરવામાં આવતા ઘટના અંગેની જાણ રાજપારડી પોલીસને કરવામાં આવતા પોલીસે કિરણ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવ સંદર્ભે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા  છે.

અત્રે ઉલ્લેખનીય છે ભરૂચ જિલ્લા માં  ઝઘડિયા તાલુકાનાં રાજપારડી થી નેત્રંગ રોડ પર પથ્થરની અનેક ખાણો આવેલી છે જ્યાં વારંવાર બ્લાસ્ટિંગ દરમિયાન કામદારોનું મોત થવાની ઘટનાઓ બનતી રહે છે..


Share to