પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧.
નેત્રંગ મામલતદાર કચેરીમાં આવેલાં જનસેવા કેન્દ્રમાંથી ૩૫ થી વધુ વિવિધ પ્રકારની સેવાઓના ( સોગંદનામા ) એફિડેવિટની સેવાનો લાભ ૨૦ રૂપીયા જેટલી સામન્ય ફી ચૂકવીને તેનો લાભ મળતો થતા પ્રજા મા આનંદ ની લાગણી ફરી વળી છે. સરકારી કચેરીઓમા આમ જનતા એ અનેક પ્રકાર ના દાખલાઓ મેળવા માટે રજુ કરવુ પડતુ સોગંદનામુ, સોલવન્સી સર્ટિ, ખોવાયેલા સર્ટિનું ડુબ્લિકેટ અને અન્ય કારણ અર્થે કરવામા આવતાં ૩૫થી વધારે પ્રકારના સોગંદનામા જનસેવા કેન્દ્રમાંથી કરી આપવામા આવે છે. આ બાબતે અજાણ લોકો એફિડેવિટ કરાવવા માટે વકીલ પાસે જાય છે. આમ, વકીલ ની સેવા નો ચાર્જ વધુ હોવાથી આમ જનતાને ખર્ચ વેઠવાનો વારો આવે છે. આમ, ૩૫ થી વધુ પ્રકારની સેવાઓના એફિડેવિટ મામલદાર કચેરીમાં ૫૦ રૂપીયાના સ્ટેમ્પ સાથે ૨૦ રૂપીયાની ફી ચૂકવી કુલ ૭૦ જ રૂપીયાના ખર્ચથી લાભ મેળવી શકાય છે.
જાતિના દાખલા માટે કરવુ પડતુ સોગંદનામુ, પેઢીનામું, ખરાઈ વગેરે જેવી સેવા માટે મામલતદાર કચેરીમા આવેલ જનસેવા કેન્દ્રનો ઉપયોગ લોકો એ કરવું હિતાવહ છે. સરકારી સેવાના લાભ બાબતે અજાણ લોકો વકીલ પાસે મોંઘીદાટ ફી ચૂકવીને સોગંધનામુ, પેઢીનામું, ખરાઈ જેવા કચેરીને લગતા કામ કરાવે છે. બીજી તરફ સરકારના આદેશ મુજબ સોગંદનામુ, અને પેઢીનામુ કરવાની જવાદારી તલાટીઓને સરકારે સોંપી છે. આમ, સરકારના આદેશ પ્રમાણે પ્રજા કલ્યાણની ભાવના રાખી તલાટીએ ધર આંગણે સોગંદનામા અને પેઢીનામું કરી આપવાનું રેહશે.
( બોક્ષ )
સોગંધનામા બાબતે અરજી કઈ રિતે કરવી ?
મામલતદાર કચેરીએ સાદા કાગળ ઉપર જરૂરીયાત મુજબના વિષયનોનો ઉલ્લેખ કરી સાદી અરજી જનસેવા કેન્દ્રમાં કમ્પ્યુટર ઓપરેટર ને આપવાની રહેશે. ત્યારબાદ ત્યાંથી પોતાની જરૂરિયાત મુજબ સ્ટેમ્પ ફી ચૂકવી સ્ટેમ્પ લેવાનો હોય છે. અને તમામ પ્રકારના સોગંદનામાની અરજી તલાટી પાસે અથવા મામલદાર પાસે ૨૦ રૂપીયા જેટલો ચાર્જ ચૂકવી લાભ મેળવી શકાય છે. જ્યાં સારા અક્ષરે હાથેથી લખેલું લખાણ અથવા કમ્પ્યુટર પ્રિન્ટ પણ ગ્રાહ્ય રાખવામાં આવે છે.
જાતિના દાખલા મેળવવા માટે ફરજીયાત પેઢીનામાની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે પેઢીનામા માટે રજુ કરવું પડતું સોગંદનામું તલાટીઓની સત્તામાં આવતું હોવા છતાં વકીલ પાસે મોકલી આપે છે. સરકારના આદેશ પ્રમાણે ૩૫ થી વધુ પ્રકારના સોગંધનામા કરવાની સત્તા તલાટી અને મામતદાર ધરાવતા હોઈ છે. ત્યારે તલાટીની જવાબદારીમાં આવતા કામ ન કરાતાં નાની નાની બાબતો મોંઘીદાટ ફી ચૂકવી સામાન્ય માણસ છેતપિંડીનો ભોગ બને છે. સરકારના નિયમ પ્રમાણે જરૂરીયાત મુજબ ૫૦ કે તેથી વધુનો સ્ટેમ્પ અને ૨૦ રૂપીયાની ફી ચુકવી તલાટી પાસે ધર આંગણે એફિડેવિટ કરાવી શકાય અને જેને આધારે પેઢીનામું આપી શકાય છે. આમ, તલાટી પોતાની જવાબદારી ભારપૂર્વક વહન કરે જરૂરી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો