પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ભરૂચ જિલ્લા ના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દર વર્ષે પાંચમના દિવસે સારસા માતાજી નો મેળો ભરાય છે રાજપારડી નજીક આવેલ સારસા માતાના ડુંગર પર ઝઘડીયા નેત્રંગ તાલુકાના વિવિધ ગામો માંથી અનેક ભાવિકો દર્શન કરવા આવે છે અને આ સ્થળ ખુબ પ્રચલિત હોઈ..હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે મેળો ભરાય અને વધુ ભીડ એખઠી થાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે એવી દહેશત જણાય છે.તેથી આ મેળો ચાલુ વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો રાજપારડી ગ્રામ પંચાયતના તરફથી બહાર પડાયેલી એક યાદીમાં મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયુ છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઇને ગ્રામ પંચાયત દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સ્થાનિક જનતા ઉપરાંત વેપારીઓેને તેની નોંધ લેવા જણાવાયુ છે.ઉલ્લેખનીય છેકે ગયા વર્ષે પણ સારસા માતાના ડુંગરનો મેળો કોરોના સંક્રમણને લઇને બંધ રાખવામાં આવ્યો હતો.
રાજપારડી નજીક આવેલ સારસા માતાના ડુંગર પર તાલુકાની ભાવિક જનતા દર્શનાર્થે આવતી હોય છે.રાજપારડી ગામે દરવર્ષે સામા પાંચમના દિવસે આ મેળાનું આયોજન વર્ષોથી થાય છે.ડુંગર નીચે સારસા માતાનું મંદિર આવેલુ છે.મંદિર નજીક તેમજ રાજપારડી ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાતો હોય છે.વર્ષોથી ભરાતો આ મેળો ચાલુ સાલે બંધ રાખવામાં આવ્યો છે.આમ સતત બીજા વર્ષે સારસા ડુંગરનો મેળો નહિ ભરાય.તેને લઇને ખાસ કરીને મેળામાં ધંધો કરવા આવતા બહારના વેપારીઓને આ બાબતની નોંધ લેવા જણાવાયુ છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો