જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢમાં ગીરનાર તેમજ ઉપરકોટ જેવા પ્રવાસન અને ધાર્મીક સ્થળ આવેલ હોય જેથી બહારથી આવતા યાત્રીકોને કોઈ પરેશાની ન થાય જે બાબતે પો.સ્ટે. વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા સુચના કરવામા આવેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેષ ધાંધલ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં આવેલ પ્રવાસન સ્થળ ઉપરકોટ વિસ્તારમાં લોકોને ઠગતા ગુન્હા કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા તેમજ બહારથી ફરવા આવતા પ્રવાસીઓ પોતના પરીવાર સાથે નિર્ભયતાથી હરીફરી શકે તેવા હેતુથી પ્રવાસન વિસ્તારમાં સતત પેટ્રોલીંગ રાખવા એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી બી.બી.કોળી તથા પો.સ્ટાફના માણસોને સુચના મળેલ હોઇ જે અનુસંધાને એ.ડીવી. પો.સ્ટે.ઉપરકોટ વિસ્તારમાં પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ઇસમ ઉપરકોટ કિલ્લો જોવા આવતા પ્રવાસીઓના વાહનોને હાથ ઉંચા કરી વાહનોને રોડની સાઇડમાં પાર્ક કરાવતો હોવાનું જોવામાં આવતા મજકુર પોલીસને જોઈ ભાગવા જતા જેમનો તેમ પકડી મજકુરને પુછતા પોતે નાણા કમાવવાના ઈરાદે દિવાળીના તહેવાર સબબ જૂનાગઢ ઉપરકોટ ખાતે આવતા પ્રવાસીઓના વાહનોનું સરકારી જમીન પર પાર્કીંગ કરાવે છે અને આ જગ્યા પોતાની છે તેમ કહી લોકો પાસે વાહન પાર્ક કરાવી વાહન દિઠ રૂ.૧૦૦/- ઉઘરાવતા હોવાનું જણાઇ આવતા મજકુરને ગેર કાયદેસર તેમજ અડચણ પાર્કીંગ કરાવતા ઇસમને અટક કરી મજકુર વિરૂધ્ધ એ.ડીવી.પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવેલ.
આ ઉપરાંત પ્રવાસન સ્થળ ઉપરકોટ વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ થાય એ રીતના ઓટો રીક્ષા ચાકલ પોતાની ઓટો રીક્ષા જેમફાવે તેમ પાર્કીંગ કરી અને ટ્રાફીક ના નિયમોના ભંગ કરતા હોય તેવા ૪ ઓટો રીક્ષા ચાલકની ઓટો રીક્ષા એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ ડીટેઇન કરી દાખલા રૂપ કામગીરી કરેલ છે.
(૧) ગેર કાયદેસર પાર્કીંગ કરાવતા આરોપી મોહનભાઇ નેણુમલભાઇ મંગે સીંધ . જૂનાગઢ ગેબનશાપીરની દરગાહ પાસે ગોકુલ પ્રોવીઝન સ્ટોરની સામેની ગલીમાં
(ર) ડીટેઇન કરેલ ઓટો રીક્ષા (1) GJ-20-V-6374 (2) GJ-07-AT-3893 (3) GJ-04-AU-1563 (4) GJ-23-2-3513 એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી તથા પો.સબ.ઇન્સ શ્રી વિ.એલ.લખધીર તથા સર્વલન્સ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર
નેત્રંગ ના વડપાન પંથકની સીમમા છેલ્લા ૧૧ દિવસ થી ભયનો માહોલ ફેલાવનાર ખૂંખાર દીપડો પિંજરામા કેદ