November 22, 2024

છોટાઉદેપુર ખાતે “કોફી વીથ કલેકટર” કાર્યક્રમ યોજાયો*

Share to

*સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું*

છોટાઉદેપુર જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે “કોફી વિથ કલેક્ટર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોફી વિથ કલેકટર અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા upsc અને Gpsc સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને રુચિ રસ અને સ્કીલ ધરાવતા વિષય પર વધુ ધ્યાન આપવાનું જણાવીને સ્પર્ધાત્મક પરીક્ષા મહેનત માગી લે છે તથા દરેક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ અલગ હોય છે. માટે યોગ્ય પરીક્ષા પસંદ કરીને તેની જ તૈયારી કરવા જણાવ્યું હતું.

તેમણે એનસીઈઆરટી તથા એનઆઇઓએસની બુક વાંચવા ઉપરાંત પાયાના વિષયો પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ દરેક વિષયોનું નિર્ધારિત સમય માટે વાંચન કરીને પુનરાવર્તન કરવા જણાવ્યું હતું.

શ્રી ધામેલીયાએ સ્વઅધ્યયન કરવા પર ભાર મૂકીને ગુજરાતી-અંગ્રેજી બંને માધ્યમ સરખા હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં દરરોજ સમાચાર પત્ર વાંચવા તથા વિષય પ્રમાણે ન્યુઝ કટીંગ સાચવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારે જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે UPSC અને GPSC ના અભ્યાસક્રમ તથા છેલ્લા ત્રણ વર્ષના પ્રશ્નપત્રોને ધ્યાને લઈને તૈયારી કરવી જોઈએ. હંમેશા ડીસીપ્લીનમાં રહીને વાંચવા તથા સ્વ અધ્યયન કરવા પર તેમણે ભાર મુક્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઈમ્તિયાઝ શેખે NCERT, પરીક્ષાનો અભ્યાસક્રમ તથા મનોરમા
ઈયરબૂકનો ઉપયોગ કરવા જણાવીને ધોરણ-૧૦ સુધીના ગણિત, વિજ્ઞાન અને સમાજવિદ્યાનો પાયો પાકો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં GPSC-UPSC તથા અન્ય પરિક્ષાઓના અભ્યાસક્રમ અલગ અલગ હોય તે મુજબ તૈયારી કરવા જણાવ્યું હતું.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to