November 22, 2024

પાવી જેતપુર તાલુકા ના એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ના ચોથા સ્થાપના દિનની ઉજવણી  કરવામાં આવી

Share to


બોડેલી કવાંટ રોડ પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામ પાસે આવેલ
શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસિટી સંલગ્ન એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસના ચોથા સ્થાપના દિનની ઉજવણી રંગેચંગે કરવામા આવી હતી.જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા, છોટાઉદેપુર જિલ્લા ભાજપના અધ્યક્ષ અને એકલવ્ય કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા, ટ્રસ્ટી ભારતસિહ ગોહિલ, રવિન્દ્રભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ,પુર્વ સાંસદ ગીતાબેન રાઠવા તથા નારણભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા,બોડેલી કોલેજના ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ સહીત પૂર્વ ધારાસભ્યો, પ્રધ્યાપકો,સામાજીક,રાજકીય આગેવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

ચોથા સ્થાપના દિન નિમિત્તે હાજર રહેલ મુખ્ય વક્તા પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે ગુજરાત યુનિર્વસિટીમાથી અલગ થયા બાદ આદિવાસી પાંચ જિલ્લા માટે શરૂ થયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની શરૂઆત 91 કોલેજ સાથે થઈ હતી જે આજે મોટુ વટવૃક્ષ બનીને 300 કોલેજોને માન્યતા મળી છે. આજે આ યુનિર્વસિટીમા 300 કોર્ષમા આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પીએચડી કરી રહ્યા છે.પીએચડી કરવા સરકાર પ્રતિ વિદ્યાર્થીને રૂપિયા 4 લાખ સ્કોલરશીપ આપી રહી છે.જેના કારણે આદિવાસી દિકરા,દિકરીઓનો સર્વાંગી,સમતોલ વિકાસ થઈ રહ્યો છે.શ્રી ગોવિંદ ગુરુ યુનિર્વસિટીમા છેલ્લા પાંચ વર્ષથી એન્યુઅલ પરીક્ષાઓ લેવાઈ રહી છે.અને 15 દિવસમાં જ તેનુ પરિણામ પણ કોઈ પણ અડચણ વિના આપી દેવામા આવે છે.આ યુનિર્વસીટીના વિદ્યાર્થીઓ દેશના કોઈ પણ ખુણે જાય તેના સર્વાંગી વિકાસ થકી તે કોઈ પણ ક્ષેત્રમા પાછો ન રહી જાય તેવુ ઉત્તમ શિક્ષણ અમો આપી રહ્યા છીએ તેમ પ્રો.ચૌહાણે જણાવ્યુ હતુ.

ગુજરાત પ્રદેશ ભાજપાનાં ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા તેમજ પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પ્રાસંગિક ઉદબોધન કરતા ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈ બહેનોને શૈક્ષણિક જ્ઞાન સાથે વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મેળવી પોતાના સર્વાંગી વિકાસની સાથે સાથે પોતાના પરિવાર તેમજ રાષ્ટ્ર પ્રત્યે પણ પોતાની જવાબદારી બનતી હોય તે અદા કરવા અનુરોધ કર્યો હતો.

કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ,ડાન્સ, ગરબા,ટીમલી દ્રારા હાજર રહેલ સૌનાં દિલ જીતી લીધા હતા. આવેલ મહાનુભવોને કોલેજના ચોથા સ્થાપના દિન નિમિતે પુસ્તક અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામા આવી હતી.

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to