November 22, 2024

છોટાઉદેપુર ઓરસંગ બ્રિજ ઉપર ફરી પડ્યો ભૂવો …

Share to

મેઘરાજાની ઓપનિંગ બેટિંગમાં જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની ખુલી પોલ


ગત વર્ષે પણ આ જ બ્રિજ ઉપર પડ્યો હતો ભુવો

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ છોટાઉદેપુર આલીરાજપુર રોડ ઉપર આવેલ ઓરસંગ બ્રિજ ઉપર ફરીવાર ભુવો પડતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગે અને દુરસ્ત કરે તેવી
લોક માંગ ઉઠવા પામી છે.
ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે ઉપર આવેલ ઓરસંગ બ્રિજ ઉપર ટ્રાફિકનો ઘસારો પણ મોટા પ્રમાણમાં હોય છે. તેવામાં બ્રિજ ઉપર પડેલા ભુવા કોઈ મોટી હોનારત સર્જી શકે તેવી દહેશત સ્થાનિકોમાં સેવાઈ રહી છે.
ગત વર્ષે પણ ચોમાસામાં આજ બ્રિજ ઉપર ભુવો પડ્યો હતો. જો કે મીડિયામાં સમાચાર પ્રકાશિત તથા તેનું દુરસ્તીકરણ તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું હતું. પરંતુ તેનું કાયમી સમાધાન થાય અને લોકોના જીવ સામે તોડાતું જોખમ બંધ થાય તે દિશામાં નક્કર કામગીરી અને પરિણામ નું સ્વરૂપ આપવામાં તંત્ર સાવ વામણું પુરવાર થયું છે તેની ભુવા દ્રશ્યો ચાડી ખાય રહ્યા છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to