પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
યુવક સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને એક ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવા બાબતે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે આ ૧૭ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાન ગત તા.૨૭ મીના રોજ ઝઘડિયા તાલુકાના ગામે રહેતો વિશાલ ફુલસિંગ વસાવા નામનો યુવક આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો.
આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ તેમની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપીને પટાવી ફોસલાવીને પોતાના વાલીપણામાંથી ભગાડી જનાર સદર ઇસમ વિશાલ ફુલસિંગ વસાવા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર સદર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો…
#DNSNEWS #Dnsnewsandbyond #Bharuch #jhagadiya
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ