December 22, 2024

જુનાગઢ યુનિટ હોમગાર્ડ માં ફરજ બજાવતા રાજુભાઈ જાની,ને સારી કામગીરી કરવા બદલ સનમનીત કરવામાં આવ્યા

Share to



ડાયરેકટર જનરલ સીવીલ ડીફેન્સ અને હોમગાર્ડ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા આપને પ્રશંસનીય કામગીરી બદલ સીવીલ ડીફેન્સ અને હોમગાર્ડ સ્થાપના દિન ૬ ડીસેમ્બર – ૨૦૨૩ માં જાહેર થયેલ ડી.જી.ડીસ્ક (બ્રોન્ઝ) તરીકે મેળવતા તમારી ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ આપશ્રીને હૃદયપૂર્વક અભિનંદન અને અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ.ખૂબ જ ગર્વ સાથે હું તમને આ નોંધપાત્ર સિદ્ધિ માટે મારા અભિનંદન પાઠવું છું તમારા સમર્પણ, સખત પરિશ્રમ અને તમારી કરજો પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આપને માત્ર આ પ્રતિષ્ઠા જ નથી અપાવી પરંતુ અમારી સંસ્થા અને સમગ્ર નાગરીક સંરક્ષણ દળને પણ ઘણું સન્માન આપ્યું છે.

ડી.જી.ડીસ્ક (બોન્ઝ) મેળવવો એ આપની અસાધારણ કુશળતા, પ્રેરણાદાયક અને સમાન દળોમાં અસાધારણ યોગદાનનો પુરાવો છે. વ્યાવસાયિકતા, પ્રામાણિકતા અને નિસ્વાર્થતાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવાની આપની પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.

સમગ્ર સંસ્થા વી. હું તમારી સેવા માટે અમારી અંતઃકરણ થી પ્રશંસા વ્યક્ત કરવા માંગુ છું અને ડી.જી.ડીસ્ક (બ્રોન્ઝ) પ્રાપ્ત કરવા બદલ આપને પુનઃ અભિનંદન પાઠવું છુ આપની સિદ્ધિ અમારી સંસ્થા માટે ખુબ જ સન્માનજનક છે. આપને અમારી ટીમના સભ્ય તરીકે સન્માનિત કરતાં અમે ગર્વ અનુભવીએ છીએ.

મારા અભિનંદન અને શુભેચ્છાઓ છે કે આપ ભાવિ પ્રયાસોમાં સતત સફળ રહો તેમજ અન્ય લોકો માટે એક પ્રેરક ઉદાહરણ બનીને આવી સેવા કરતાં રહો. આપના સમર્પણ અને પ્રતિબદ્ધતા થકી આપની કારકિર્દીમાં વધુ સફળતા પ્રાપ્ત કરો એ જ શુભકામનાઓ સહ.

મનોજ અગ્રવાલ, IPS ડાયરેક્ટર સિવિલ ડિફ્રેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, અમદાવાદ, ગુજરાત રાજ્ય

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ.


Share to

You may have missed