December 22, 2024

ભરૂચ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮મી ડિસેમ્બરના રોજ યોજાશે

Share to



તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭મી ડિસેમ્બરના રોજ યોજાશે

કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવી

ભરૂચ: બુધવાર- લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ તા. ૨૭મી ડિસેમ્બરે દરેક તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તા. ૨૮મી ડિસેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

તા. . ૨૭મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી વાલીયામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરૂચ (ગ્રામ્ય) તથા પોલીસ અધિક્ષકશ્રી ઝઘડિયા તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવા જણાવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૨૭મી ડિસેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે – તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક તાલુકામાં જે તે તાલુકાના નાયબ કલેકટરશ્રી તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે તેમ જિલ્લા કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed