December 22, 2024

રિસાયેલી પત્ની ઘરે પરત નહીં આવતા યુવકે ઝેરી દવા પીધી, બચી ગયો તો બીજા માળેથી કૂદ્યો…

Share to



નાંદોદ તાલુકાના ભચરવાડા ગામની યુવતીના લગ્ન અંકલેશ્વર તાલુકાના મંડવા ગામે થયા હતા. પરંતુ કોઈક કારણોસર મહિલા ભચરવાડા ગામે પિયરમાં આવી ગયી હતી. યુવતી પરત ઘરે નહીં આવતા યુવકે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, અહીં બીજા મળેથી કુદી પડતા વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર લાલાભાઇ કાંતિભાઈ વસાવાની પત્ની નિશાબેન લાલાભાઇ વસાવા છેલ્લા દોઢ મહિનાથી પોતાના પિયર ભચરવાડા ગામે આવી ગઇ હતી. તારીખ 10/11/2023 ના રોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં લાલાભાઇ વસાવા પત્ની નિશાનબેનને ભચરવાડા ગામે લેવા માટે આવ્યા હતા. પરંતુ નિશાબેન વસાવા માંડવા ગામે જવાની ના પાડી હતી.

પત્નીએ સાથે આવવાની ના પાડતા લાલાભાઇ વસાવાને મનમાં લાગી આવતા તેઓએ ઘરમાં પડેલી તુવેરમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા. આ ઘટનાને પગલે તેઓને સારવાર અર્થે રાજપીપલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર હેઠળ હોય પરંતુ તેઓ બીજા મારેથી પોતાની જાતે નીચે કૂદી જતાં લાલાભાઇના હાથ, પગના ભાગે તથા આંખોના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાને પગલે તેઓને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપળા પોલીસે જાણવાજોગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed