December 23, 2024

અમરેલી જિલ્લો હવે વિમાન ઉત્પાદનમાં કદમ મિલાવશે વિમાન ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Share to



અમરેલી ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આગામી દિવસોમાં આ પ્લાન્ટ થકી અમરેલી અને તેની આસપાસના વિસ્તારોના હજારો લોકો માટે રોજગારીની તકો ઊભી થશે કેન્દ્ર સરકાર ના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધું મજબૂત કરવાના કદમમાં સુરાણી પરિવારનું આ સાહસ સફળતના શિખરો સર કરે તેવી અમરેલી જિલ્લાના લોકોએ શુભકામનાઓ પાઠવી હતી

આ પ્રસંગે રાજ્ય સરકારનાં મંત્રી પ્રફૂલભાઇ પાનશેરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા,સાંસદશ્રીઓ નારણભાઇ કાછડીયા, રમેશભાઇ ધડુક જિલ્લાના બહોળી સંખ્યામાં, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed